Not Set/ કલોલ સ્થિત પ્લાન્ટથી ઈફ્કો પૂરો પાડશે વિનામૂલ્યે ઓક્સિજન

ઈફ્કોએ વિનામૂલ્યે ઓક્સિજન આપવા માટે તૈયારી દર્શાવી છે. કલોલ સ્થિત પ્લાન્ટથી ઇફ્કો ઓક્સિજન પૂરો પાડશે. 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતાથી હોસ્પિટલને ઓક્સિજનનો જથ્થો આપશે

Top Stories Gujarat Others Trending
nitish kumar 13 કલોલ સ્થિત પ્લાન્ટથી ઈફ્કો પૂરો પાડશે વિનામૂલ્યે ઓક્સિજન
  • 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતા
  • હોસ્પિટલને પૂરો પાડશે ઓક્સિજનનો જથ્થો
  • 46.7 લીટરના 700 મોટા સિલિન્ડર આપશે
  • મધ્યમ કદના 300 સિલિન્ડર પણ ફાળવશે
  • હોસ્પિટલે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે

દેશમાં કોરોનાની સ્થિતી સતત વણસી રહી છે. દેશમાં રોજ કોરોના કેસ નવો કીર્તિમાન સ્થાપિત કરવાની હોડમાં લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે. રોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. તો સાથે કોરોનાથી મોતનો આંકડો પણ હવે ડરાવી રહ્યો છે. વધતા જતા કોરોના કેસને લીધે દેશના કેટલાય રાજ્યોમાં હવે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. હાલત એટલી ખરાબ છે કે કેટલાક રાજ્યોએ ઓક્સિજન માટે પડોશી રાજ્યો પર નિર્ભરતા જાહેર કરી છે. અથવા કેન્દ્ર પાસે માંગ કરી છે.

ત્યારે ઈફ્કોએ વિનામૂલ્યે ઓક્સિજન આપવા માટે તૈયારી દર્શાવી છે. કલોલ સ્થિત પ્લાન્ટથી ઇફ્કો ઓક્સિજન પૂરો પાડશે. 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતાથી હોસ્પિટલને ઓક્સિજનનો જથ્થો આપશે. 46.7 લીટરના 700 મોટા સિલિન્ડર અને મધ્યમ કદના 300 સિલિન્ડર પણ ફાળવશે. જો કે હોસ્પિટલે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં પણ રોજ કોરોના કેસમાં રોકેટ ગતિનો વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. ઓક્સિજનની અછતના કારણે કોરોનાના અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાત માં પણ દૈનિક 500 ટન થી વધુ ઓક્સીજનની  જરૂર પડી રહી છે.

દેશમાં 7,000 મેટ્રિક ટન સુધી મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થઇ શકે છે. તો આઇનોક્સ એયર ઇન્ડિયા તરફથી પ્રતિ દિવસ 2000 ટન ઓક્સિજનની અછત પુરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે નવ મહત્વના ઉદ્યોગોને છોડીને બાકીના નાના-મોટા ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયનો અમલ આગામી 22 એપ્રીલથી કરવામાં આવશે.