Not Set/ ઉત્તર ભારતમાં પડી રહી છે કડકડતી ઠંડી, આગામી દિવસોમાં પણ નહી મળે રાહત

ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યો કડકડતી ઠંડીથી પરેશાન છે.

Top Stories India
11 2022 01 29T083711.586 ઉત્તર ભારતમાં પડી રહી છે કડકડતી ઠંડી, આગામી દિવસોમાં પણ નહી મળે રાહત

ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યો કડકડતી ઠંડીથી પરેશાન છે. જો કે ગત દિવસમાં કેટલાક ભાગોમાં બપોરનાં સમયે થોડો સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો, પરંતુ હજુ પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો – પ્રયાસ / હુતી બળવાખોરો કબજામાં રહેલા 7 ભારતીય નાગરિકોને તેમના પરિવાર સાથે વાત કરવા દેતા નથીઃવિદેશ મંત્રાલય

હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, આગામી થોડા દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર ઓછો નહીં થાય. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનાં કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી પડી રહી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત નથી. ચાર દિવસ સુધી ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 31 જાન્યુઆરી 2022 સુધી કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. જેના કારણે ઠંડી તેની ચરમસીમા પર રહેશે, જેના પરિણામે લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા, મેરઠ અને પશ્ચિમી ભાગ જેવા જિલ્લાઓમાં ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ચાલુ રહેશે. જો કે બપોર બાદ આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ તાપમાનમાં લગભગ પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાનશાસ્ત્રીએ કહ્યું કે, 2 ફેબ્રુઆરી સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં યુપી સહિત વરસાદની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો – અમદાવાદ /  I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યુ

ઠંડીનો વધુ એક રાઉન્ડ ફરી શરૂ થવાનો છે. આગામી 4-5 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. યુપી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ અનેક જિલ્લાઓમાં તાપમાન 3 ડિગ્રી સુધી જઈ શકે છે. નોંધપાત્ર રીતે, બર્ફીલા પવન શિયાળામાં વધારો કરી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમનાં પવનોની અસર વધુ તીવ્ર બની છે. પહાડોનાં બર્ફીલા પવન મેદાની વિસ્તારોમાં ચારથી પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની અસર બતાવી રહ્યા છે. જેના કારણે શીત લહેરની સાથે રાત્રીનાં સમયે તાપમાનનો પારો ઘટવા લાગ્યો છે અને સવારે નદીઓ પર ગાઢ ધુમ્મસ છવાયું છે.