Accident/ ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને હવામાં ઉડી, 100 મીટર દૂર ફેંકાઇ

ઋષભ યોગ્ય સમયે કારનો કાચ તોડીને બહાર નિકળવામાં સફળ થયો તે કૃતજ્ઞતાની વાત છે. જોકે, તેને માથા, કમર, પગ અને પીઠના ભાગે ઈજાઓ થઈ છે.

India Sports
ACCIDENT 

ACCIDENT:  ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના સભ્ય ઋષભ પંતનો શુક્રવારે સવારે અકસ્માત થયો હતો. દિલ્હીથી ઉત્તરાખંડ જઈ રહેલી પંતની કાર રૂરકી પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ભયાનક અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. ઋષભ યોગ્ય સમયે કારનો કાચ તોડીને બહાર નિકળવામાં સફળ થયો તે કૃતજ્ઞતાની વાત છે. જોકે, તેને માથા, કમર, પગ અને પીઠના ભાગે ઈજાઓ થઈ છે.

સવારે 5.30 વાગે થયેલો અકસ્માત (ACCIDENT)  કેટલો ભયંકર હતો, તે ઘટનાસ્થળની સ્થિતિ પરથી જાણી શકાય છે. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર હવામાં ઉડી ગઈ હતી. આ પછી ડિવાઈડરની વચ્ચોવચ આવેલા પોલ સાથે અથડાયા બાદ તે દૂર રોડની બીજી બાજુએ પડ્યો હતો. જ્યાં કાર ડિવાઈડર સાથે અથડાઈ અને જ્યાં રોકાઈ ત્યાં બંને વચ્ચે લગભગ 100-150 મીટરનું અંતર છે.

 

3 1 25 ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને હવામાં ઉડી, 100 મીટર દૂર ફેંકાઇ

  અકસ્માત (ACCIDENT ) બાદ કારના ફુરચા ઉડી ગયા હતા.. કારના પાર્ટ્સ દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા. ડિવાઈડર અને રોડ પરના અકસ્માતના નિશાન કહી રહ્યા છે કે અકસ્માત અત્યંત ભયાનક હતો. જે રીતે કાર દૂર સુધી પડી તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કારની સ્પીડ ઘણી વધારે હતી. કાર સંપૂર્ણ બળી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ સમયસર પંતની મદદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. શરૂઆતમાં કારમાં ત્રણ લોકો હોવાની માહિતી બહાર આવી હતી. જોકે, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પંત કારમાં એકલા હતા.

 

4 4 3 ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને હવામાં ઉડી, 100 મીટર દૂર ફેંકાઇ

પ્રાથમિક સારવાર બાદ પંતને રૂરકીથી દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મેક્સ હોસ્પિટલના એમએસ ડૉ. આશિષ યાજ્ઞિકે કહ્યું છે કે પંતને બહારથી કોઈ ગંભીર ઈજા દેખાઈ રહી નથી. તેઓ કમર, માથા અને પગમાં ઈજાઓ હોવાનું જણાવી રહ્યા છે. ઓર્થોપેડિક સર્જન, પ્લાસ્ટિક સર્જન સહિત ડોકટરોની ટીમ તેમની સારવારમાં રોકાયેલ છે અને કેટલાક મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડો.યાજ્ઞિકે એ પણ માહિતી આપી હતી કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે. બીજી તરફ રિષભ પંતના સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા છે.

Accident/દિલ્હીથી પરત ફરી રહેલા ક્રિકેટર ઋષભ પંતનો ગમખ્વાર અકસ્માત,કાર ડિવાઇડર પર અથડાતા પગ અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ