PSL 2022/ શોએબ મલિકની ધમાકેદાર બેટિંગનાં દમ પર Peshawar Zalmi એ 5 વિકેટે જીતી મેચ

પાકિસ્તાન સુપર લીગ 2022 (PSL 2022) ની બીજી મેચમાં કેપ્ટન શોએબ મલિક (48*) અને હુસૈન તલત (52) એ શાનદાર અડધી સદી ફટકારી પેશાવર જલ્મીએ ક્વેટા ગ્લેડીયેટર્સને (Quetta Gladiators) બે બોલ બાકી રહેતા પાંચ વિકેટે હરાવી દીધુ છે. 

Sports
1 2022 01 29T073320.977 શોએબ મલિકની ધમાકેદાર બેટિંગનાં દમ પર Peshawar Zalmi એ 5 વિકેટે જીતી મેચ

પાકિસ્તાન સુપર લીગ 2022 (PSL 2022) ની બીજી મેચમાં કેપ્ટન શોએબ મલિક (48*) અને હુસૈન તલત (52) એ શાનદાર અડધી સદી ફટકારી પેશાવર જલ્મીએ ક્વેટા ગ્લેડીયેટર્સને (Quetta Gladiators) બે બોલ બાકી રહેતા પાંચ વિકેટે હરાવી દીધુ છે.

આ પણ વાંચો – Women’s Asia Cup Hockey / ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો

નેશનલ સ્ટેડિયમ, કરાચીમાં રમાયેલી મેચમાં, ક્વેટા ગ્લેડીયેટર્સે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જવાબમાં પેશાવર જલ્મીએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ક્વેટા ગ્લેડીયેટર્સનાં વિલ સ્મીડને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે 62 બોલમાં 11 ચોક્કા અને ચાર છક્કાની મદદથી 97 રન બનાવ્યા હતા. જો કે તેની ઈનિંગ્સ પર પાણી ફારવાઈ ગયુ હતુ. 191 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પેશાવર જલ્મીએ ટોમ કોલર કેડમોર (22) અને યાસિર ખાન (30) વચ્ચે 43 રનની ભાગીદારી સાથે ઝડપી શરૂઆત કરી હતી. મોહમ્મદ નવાઝે ખાનને ઈફ્તિકાર અહેમદનાં હાથે કેચ આઉટ કરાવી ભાગીદારી તોડી હતી. સ્કોરમાં માત્ર 19 રન ઉમેરાયા હતા કે નવાઝે કેડમોરને મોહમ્મદ હસનૈનનાં હાથે કેચ કરાવીને પેશાવરને વધુ એક ઝટકો આપ્યો હતો. નવાઝે હૈદર અલી (19)ને મોટી ઇનિંગ્સ રમવાથી રોક્યો અને વિકેટકીપર સરફરાઝ અહમદાના હાથે કેચ કરાવીને ગ્લેડીયેટર્સને ત્રીજી સફળતા અપાવી. કેપ્ટન શોએબ મલિક (48*) અને હુસૈન તલત (52)એ 77/3નાં સ્કોર સાથે પેશાવરની ટીમને સંભાળી. બંનેએ ચોથી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 150 રનથી આગળ પહોંચાડ્યો.

આ પણ વાંચો – U19 World Cup / અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

તલતે માત્ર 29 બોલમાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી 52 રન બનાવ્યા હતા. જેમ્સ ફોકનરે ઇફ્તિકાર અહેમદના હાથે કેચ આઉટ કરીને તલતની ઇનિંગનો અંત આણ્યો હતો. અહીંથી, મલિકે શેરફેન રધરફોર્ડ (10) સાથે 30 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક લઈ ગઈ. નસીમ શાહે રધરફર્ડને નવાઝના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ શોએબ મલિકે બે બોલ બાકી રહેતા ટીમને પાંચ વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. મલિકે 32 બોલમાં એક ચોક્કા અને ચાર છક્કાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા. ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી મોહમ્મદ નવાઝે ત્રણ વિકેટ ઝડપી હતી. જેમ્સ ફોકનર અને નસીમ શાહને એક-એક વિકેટ મળી હતી.