India vs Pakistan/ અમેરિકામાં યોજાશે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની મેચ , તારીખની જાહેરત

ક્રિકેટ ચાહકોને હ્યુસ્ટનના મોસેસ ક્રિકેટ સ્ટેડિયમમાં 24મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની T20 મેચ જોવા મળશે. આ ટુર્નામેન્ટની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Trending Sports
મેચ

ક્રિકેટ ચાહકો હંમેશા ભારત-પાકિસ્તાન મેચ ની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોના ખેલાડીઓ વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ અમેરિકામાં રમાશે. આ મેચની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. આ મેચ 24 ડિસેમ્બરે હ્યુસ્ટનના મોસેસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મેચ

અમેરિકામાં 19 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારી અમેરિકન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ ટૂર્નામેન્ટની બીજી સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ પણ સામસામે ટકરાશે. આ લીગમાં કુલ સાત ટીમો છે. આ લીગમાં ક્રિકેટ રમતા દેશોના નામની સાત ટીમો છે. આમાંથી એક પ્રીમિયમ ઈન્ડિયન્સ છે અને એક પ્રીમિયમ પાક. આ ઉપરાંત, 5 ટીમો પ્રીમિયમ અફઘાન, પ્રીમિયમ અમેરિકન, પ્રીમિયમ ઓસીઝ, પ્રીમિયમ કેનેડિયન અને પ્રીમિયમ વેસ્ટ ઈન્ડિઝ છે.

 આ સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે 

ફાસ્ટ બોલર એસ શ્રીસંત અને ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની પ્રીમિયમ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે, જ્યારે સોહેલ તનવીર, ફવાદ આલમ અને ઉસ્માન કાદિર પ્રીમિયમ પાકિસ્તાન ટીમ તરફથી રમતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ લીગને આ વર્ષે મે મહિનામાં ICC દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ UAS ક્રિકેટ બોર્ડે સાત ટીમો માટે 40 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને કરારબદ્ધ કર્યા છે.

ફાઈનલ મેચ 31 ડિસેમ્બરે રમાશે 

અમેરિકન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના લીગ તબક્કામાં કુલ 21 મેચો રમાશે. આ પછી, ટૂર્નામેન્ટની બંને સેમિ-ફાઇનલ મેચ 30 ડિસેમ્બરે રમાશે અને ત્યારબાદ બીજી સિઝનની ફાઇનલ મેચ 31 ડિસેમ્બરે રમાશે.



આ પણ વાંચો:Jharkhand/શું ‘ધોની’ ભાજપમાં જોડાશે? પાર્ટીના ટોચના નેતાઓ સાથેની તસવીર સામે આવી

આ પણ વાંચો:Cricket/વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય પર BCCIનો મોટો નિર્ણય!

આ પણ વાંચો:IND vs SA/ભારતીય સેલેક્ટર્સનો મોટો નિર્ણય, સતત ફ્લોપ રહેતો આ ખેલાડી ટીમમાંથી બહાર!

આ પણ વાંચો:જાહેરાત/દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની ટીમ જાહેર,રોહિત-વિરાટને T20,વન-ડેમાં આરામ,આ ખેલાડીઓને કમાન સોંપાઇ

આ પણ વાંચો:ICC T20 World Cup/યુગાન્ડાએ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચ્યો,ટીમનો ડાન્સનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:IPL/KKR ટીમના પૂર્વ ડિરેક્ટરે હાર્દિકના ટ્રેન્ડ પર નારાજગી વ્યક્ત કરી, જાડેજા પર પ્રતિબંધ લગાવ્યો હતો