Tech News/ Twitter પર બ્લુ ટિક મેળવવા માટે 650 રૂપિયાનો આપવા પડશે!

કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની બ્લુ ટિક રાખવા માટે ચાર્જ લેશે. બ્લુ ટિક યૂઝર્સને પણ ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. આ માટે 90 દિવસનો સમય આપવામાં આવશે

Trending Tech & Auto
Twitter Bluetick Charges

Twitter Bluetick Charges: ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક હવે કમાણી માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ટ્વિટર પર બ્લુ ટિક માટે 1600 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. પરંતુ હવે મસ્કે ખુદ યુઝર્સને નવી માહિતી આપી છે. એલોન મસ્કના જણાવ્યા અનુસાર, ટ્વિટર પર બ્લુ ટિકની કિંમત 1,600 રૂપિયા નહીં હોય, પરંતુ 650 રૂપિયાની આસપાસ હશે. તેમણે એક ટ્વિટના જવાબમાં આ માહિતી આપી હતી. લેખક સ્ટીફન કિંગે તેમના ટ્વીટમાં પૂછ્યું હતું કે શું બ્લુ ટિક માટે દર મહિને 20 ડોલર ચૂકવવા પડશે? આ ટ્વીટ પર એલોન મસ્કે લખ્યું કે અમારે બિલ કોઈ રીતે ચૂકવવા પડશે! Twitter સંપૂર્ણપણે જાહેરાતકર્તાઓ પર આધાર રાખી શકતું નથી. 8 ડોલર વિશે શું? એટલે કે કંપની હવે બ્લુ ટિક માટે ચાર્જ લેવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ કિંમત થોડી ઓછી હોઈ શકે છે.

કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની બ્લુ ટિક ચાલુ રાખવા માટે ચાર્જ લેશે. બ્લુ ટિક યૂઝર્સને પણ ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. આ માટે 90 દિવસનો સમય આપવામાં આવશે. જો સબ્સ્ક્રિપ્શન સમયસર નહીં થાય, તો તેમના ખાતામાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે. બ્લુ સબસ્ક્રિપ્શનની સંભવિત કિંમત જે હવે બહાર આવી છે તે 1600 રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે મસ્ક આ કિંમતો ઓછી જણાવે છે, પરંતુ તે યુઝર પાસેથી આઠ ડોલર એટલે કે 650 રૂપિયા વસુલ કરી શકે છે. હવે કેટલાક વધુ ખુલાસાઓ પણ સામે આવી શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં તેનો સબસ્ક્રિપ્શન ચાર્જ અમેરિકા કરતા ઓછો હોઈ શકે છે. આ માટે હજુ થોડી રાહ જોવી પડશે.

ટ્વિટરના માલિક એલોન મસ્કએ હજુ સુધી સબ્સ્ક્રિપ્શનનો સમયગાળો જાહેર કર્યો નથી. આ સબસ્ક્રિપ્શન કેટલા દિવસનું રહેશે, તે થોડા દિવસોમાં જ ખબર પડશે. એલોન મસ્કે ભારતને લઈને અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં તેની કિંમત ઓછી હોઈ શકે છે. મસ્કએ અત્યાર સુધી આઠ ડોલર ચાર્જ કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો: Morbi/ મોરબી ઝુલતા પુલ મામલે PM મોદીએ તપાસમાં કોઇ દખલગીરી ન કરવા આપ્યા આદેશ