HEALTH/ ભારતમાં આ બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો , WHOનો ચોંકાવનારો રિપોર્ટ

ભારતમાં હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. WHO ના રિપોર્ટ અનુસાર 2022 માં ભારતમાં હેપેટાઇટિસ બી ના દર્દીઓની સંખ્યા 3.5 કરોડ હતી,

India Health & Fitness Trending
Cricket Tutorials YouTube Thumbnail 9 2 ભારતમાં આ બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો , WHOનો ચોંકાવનારો રિપોર્ટ

ભારતમાં હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. WHO ના રિપોર્ટ અનુસાર 2022 માં ભારતમાં હેપેટાઇટિસ બી ના દર્દીઓની સંખ્યા 3.5 કરોડ હતી, જેમાં હેપેટાઇટિસ બી ના દર્દીઓની સંખ્યા 2.98 કરોડ કેસ અને હેપેટાઇટિસ સી ના 55 લાખ કેસ સામે આવ્યા છે. બની શકે કે હવે આ બિમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થાય. ભારતમાં આ બિમારીના દર્દીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો ચીન પછી બીજા નંબર પર આવે છે.

WHO ના રિપોર્ટ પ્રમાણે હેપેટાઇટિસ બી અને સી થી દુનિયામાં દર વર્ષે 13 લાખ લોકોના મૃત્યુ થાય છે. આ બિમારી વૈશ્વિક સ્તર પર ટીબી બાદ મોતનું બીજુ પ્રમુખ કારણ આ બિમારી છે. જો આપણે આ બિમારીથી મૃત્યુ પામતા લોકોની સંખ્યાની વાત કરીએ તો દુનિયામાં રોજ 3500 લોકો હેપેટાઇટિસ બી અને સી ના કારણે લોકોના મૃત્યુ થતા હોય છે.

શું છે હેપેટાઇટિસ ?
હેપેટાઇટિસ લીવર સાથે જોડાયેલી બીમારી છે. જે વાયરલ ઇન્ફેક્શના કારણે થતી હોય છે. આ બિમારીમાં લીવર પર સોજા આવી જાય છે. હેપેટાઇટિસના 5 પ્રકારના વાઇરસ હોય છે. જેને હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, હેપેટાઇટિસ D અને હેપેટાઇટિસ Eના નામથી ઓળખવામાં આવે છે.

બીમારીના કેટલાક લક્ષણો
સાંધા અને સ્નાયુમાં દુખાવો
કમળો અથવા આંખો પીળી થવી
પેશાબનો રંગ વધારે પીળો થવો
દિવસ ભર થાક લાગવો
ભૂખ ન લાગવી અને પેટમાં દુખવુ
ઉલટી થવી અથવા ઉબકા આવવા

હેપેટાઇટિસ થવાના કારણો
વાયરલ ઇન્ફેક્શન થવુ
ખરાબ લોહી ચઢાવું
કોઇ બીજા વ્ચક્તિ પર ઉપયોગમાં લેવાયેલ સિરીઝનો ઉપયોગ કરવો
અખાદ્ય ખોરાક લેવો
કોઇની એઠી વસ્તુ ખાવી અથવા પાણી પીવુ
અસુરક્ષીત યૌન સબંધ બાંધવા
વધુ પ્રમાણમાં દારુ પીવો

આ રીતે બીમારીથી બચો

જ્યારે પણ ઇન્જેક્શન લગાવો ત્યારે નવી સીરીઝનો ઉપયોગ કરો
કોઇ બીજા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ બ્લેડ અથવા રેઝરનો ઉપયોગ કરશો નહી
બીમાર વ્યક્તિ સાથે ખોરાક ન ખાવો.
કોઈનો એઠો ખોરાક ન ખાવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક