Political/  ‘સત્તા’ અને ‘સાખ’ વચ્ચે ફસાયું બંગાળ,  ‘મમતા’ને પછાડશે ‘મોદી’ની માઇન્ડગેમ?

 ‘સત્તા’ અને ‘સાખ’ વચ્ચે ફસાયું બંગાળ,  ‘મમતા’ને પછાડશે ‘મોદી’ની માઇન્ડગેમ?

Top Stories India Trending
sardarnagar 21  ‘સત્તા’ અને ‘સાખ’ વચ્ચે ફસાયું બંગાળ,  ‘મમતા’ને પછાડશે ‘મોદી’ની માઇન્ડગેમ?

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

ચૂંટણી પાંચ રાજ્યોમાં છે પણ સૌની નજર બંગાળ પર છે. એ જ બંગાળ જયાં મમતા બેનર્જીની મોદી-શાહની સામે સીધી ટક્કર છે. આ મમતાના રાજકીય અસ્તિત્વનો સવાલ છે. જયારે ભાજપે તેને પ્રતિષ્ઠાની ચૂંટણી બનાવી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાતોની સાથે ૨૦૨૧ની સૌથી મોટી રાજકીય લડાઇના અખાડામાં સૌથી મોટા યોદ્ધાઓમાં આરપારનો ખેલ શરૂ થઇ ગયો છે.

Division in Bengal Congress on anti-TMC stand | Deccan Herald

બંગાળમાં કોની છે.? કેટલી તાકાત.?

બંગાળની ચૂંટણી રેસમાં સૌથી આગળ કોણ હશે.? ફીનીશીંગ લાઇનને સૌથી પહેલાં કોણ પાર કરશે..? એક બે નહી આ રાજકીય રેસમાં ચહેરાઓ અનેક છે. પણ હાર અને જીતની લડાઇ સીધેસીધી ભાજપ અને ટીએમસીમાં છે એટલે કે મમતા બેનર્જી અને તેની સામે મોદી-શાહની ટીમ.

સૌથી પહેલાં બંગાળમાં દોડી રહેલી ટીમોને સમજીએ. પહેલી ટીમ મમતા બેનર્જી એટલે કે ટીએમસી, બીજી ટીમ મોદી-શાહની એટલે કે ભાજપ, ત્રીજી ટીમ લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધન, ચોથી ટીમ ઔવેસી એટલે કે AIMIM

West Bengal assembly polls: Political heavyweights in 5th phase tomorrow |  Business Standard News

રાજકીય રેસમાં ટીમો પોતાનો પુરો દમખમ લગાવી રહી છે. પણ ચૂંટણીના મુદ્દાઓ શું છે તે ફેક્ટર પર સમજીએ.

જયશ્રી રામનો નારો, બંગાળી અસ્મિતા, બંગાળની બેટી, ફોઇ-ભત્રીજા, કટમી, સીએએ, મુસ્લિમ તૃષ્ટિકરણ, અત્યાર સુધી શાબ્દિક યુદ્ધમાં આ જ શબ્દો ગુંજી રહયા છે, પણ સૌથી મોટો મુદ્દો જયશ્રીરામનો નારો બની ગયો છે.

૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને બંગાળમાં લગભગ ૪૦ ટકા વોટશેર મળ્યો છે. પણ ટીએમસીનો વોટશેર ૪૩ ટકા રહ્યો. વોટશેર અને બેઠકના મામલે ટીઅમેસી ભારે છે. ૨૦૧૬માં પણ ટીએમસીએ ક્લિનસ્વિપ કર્યુ હતું. તે હિસાબથી ટીએમસી સૌથી આગળ છે.

बंगाल चुनाव: देश तैयार है एक राजनीतिक करवट के लिए - West Bengal Election  2021 impact on national politics Amit Shah BJP vs Mamata Banerjee TMC

પણ ૨૦૨૧માં ટીઅમેસીની તાકાત અને કમજોરી વિશેની વાત કરીએ…,

મમતા બેનર્જીનો ચહેરો, જીતનો ટ્રેક રેકોર્ડ, મોદી લહેરને રોકી, દરેક બુથ પર કાર્યકર્તા, સેક્યુલર ચહેરો, આક્રમક પ્રચાર, મુસ્લિમ મતદારોની પસંદ, સત્તા વિરોધી લહેર, હિંસાનો આરોપ,મુસ્લિમ તૃષ્ટિકરણ, પાર્ટીમાં ભાંગફોડ, પાર્ટીમાંથી નેતાઓની વિદાય, પરિવારવાદના આરોપ, ભત્રીજાની કાર્યપધ્ધતિ વિગેરે મુદ્દા મમતાના ગઢ માં ગાબડું પડી શકે તેવા છે.

ટીએમસીની સીધી ટક્કર ભાજપ સાથે છે. જયાં મોદી સહિત આખી ટીમ પ્રચાર કરી રહી છે. પાર્ટી પ્રેસીડેન્ટથી લઇને કેન્દ્રીય મંત્રી સુધી રેલીઓ અને રોડ શો કરી રહયા છે.

BJP's West Bengal plan must not be 'vote for Modi' and get a Yogi or Biplab  in return
પણ
જરા પણ જાણી લઇ એ કે બંગાળમાં ભાજપની ફેવરમાં શું છે

ભાજપની તાકાત, મોદી-શાહનું નેતૃત્વ, ૨૦૧૯નું પ્રદર્શન, ચૂંટણી અભિયાન, શ્યામાપ્રસાદની વિરાસત, રાષ્ટ્રવાદી ઇમેજ, હિંદુત્વનો વિચાર, ઘૂસણખોરીનો વિરોધ,

ભાજપની નબળાઈ

સ્થાનિક ચહેરો નથી, જમીની કાર્યકર્તાઓની કમી, આયાતી ઉમેદવારનો ભરોસો, બહારના હોવાનો આરોપ, હિંદી હાર્ટલેન્ડની પાર્ટી, એન્ટી મુસ્લિમ ઇમેજ.

બંગાળમાં આ વખતની લડાઇ આ બે પાર્ટીઓ વચ્ચે થશે. પણ જીત અને હારમાં મોટું ફેક્ટર સાબિત થઇ શકે છે બે કેરેક્ટર એટલે કે ઓવેસી અને મુસ્લિમ ધર્મગુરૂ અબ્બાસ સિદ્દિકી

Asaduddin Owaisi's entry into Bengal set to change equations, may play a  spoiler for Mamata Banerjee | India News – India TV

ઓવૈસીની તાકાત

મુસ્લિમ નેતાનો ચહેરો, શાનદાર વક્તા, મુસ્લિમોમાં મજબૂત પકડ, એક વર્ષની મહેનત, અબ્બસા સિદ્દિકીનો સાથ, ભાજપ વિરોધી ઇમેજ, બિહારમાં સારૂ પ્રદર્શન, ઉર્દુભાષી મુસ્લિમોની પસંદ

ઓવૈસીની નબળાઇ

બંગાળમાં કોઇ પાર્ટી કેડર નહી, મજબૂત સંગઠનની કમી, મુસ્લિમ બેઠકો સુધી સિમિત, મતોનું ધ્રુવીકરણ, બંગાળી મુસ્લિમોમાં પકડ નહી.

West Bengal Assembly Election 2021 Pirzada of Furfura Sharif and  sensational claim of head of newly formed party Indian Secular Front

પીરજાદાનું ફેક્ટર

જે નવી પાર્ટી બનાવીને ટીઅમેસી અને ભાજપની સામે તાલ ઠોકી રહયા છે. અબ્બાસ પીરજાદાની પણ કેટલીક તાકાત છે તો સામે નબળાઇ પણ તેટલી જ છે. તેમનું પલ્લું કોની તરફ ઝુકશે તેની તો કોઇ જાણકારી નથી પણ મમતા દીદીના મતદારોમાં ગાબડુ પાડી દેશે તે વાત નકકી છે. હવે તમને બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટના ગઠબંધનની વાત કરીએ.

Congress sealed alliance with Left parties for West Bengal Assembly  elections | Business Insider India

કોંગ્રેસ લેફ્ટની તાકાત

બંગાળમાં દરેક બુથ પર વર્કર, હિંદુ-મુસ્લિમ મતદારો પર પકડ, જમીની નેતાઓની કમી નથી, સેક્યુલર રણનીતિના સમર્થક

કોંગ્રેસ લેફ્ટની નબળાઇ

મોટા ચહેરાનો અભાવ, પાર્ટી કેડરમાં મોહભંગ, મતદારોને વિશ્વાસ નથી, નબળી ચૂંટણી રણનીતિ,

West Bengal politics in crucial stage: All you need to know about 2021  Assembly elections - cnbctv18.com

બંગાળમાં ૭૦ ટકા હિન્દુ મતદારો છે. અને ૩૦ ટકા મતદારો મુસ્લિમ છે. પાછલી ચાર ચૂંટણીઓમાં મમતા દીદી હિન્દુ મુસ્લિમ મતદારોના નંબર જીતી હતી. પણ આ વખતે મુસ્લિમ મતદારોમાં ઓવેસી અને અબ્બાસની જોડી ગાબડુ પાડી શકે છે. જ્યારે હીન્દુ મતદારોમાં મોદી અને શાહની જોડી. આ લડાઇ માત્ર એક ચૂંટણીની  નથી. બંગાળની આ રાજકીય લડાઇ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રતિષ્ટાની લડાઇ છે. બંગાળની આ લડાઇ મમતા બેનર્જી માટે અસ્તિત્વની લડાઇ છે. આ લડાઇ સિદ્ધાંતો અને પાર્ટીના વિચારોની લડાઇ છે. આ સીધા મુકાબલામાં મતદાન પહેલાં પોત પોતાના દાવા છે.