ગાંધીનગર/ મા વિનાનો બન્યો શિવાંશ : સચિને ગળું દબાવી કરી પત્ની મહેંદીની હત્યા

પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, સચિન દ્વારા ગળું દબાવીને પત્ની મહેંદીની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને પ્લાસ્ટિકની થેલીની અંદર પેક કરીને રસોડામાં મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિન ફરાર થઇ ગયો હતો.

Top Stories Gujarat
અભય ચુડાસમા મા વિનાનો બન્યો શિવાંશ : સચિને ગળું દબાવી કરી પત્ની મહેંદીની હત્યા

પેથાપુર બાળક મળી આવવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.  ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા દ્વારા રવિવારે બપોરે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો.  તેમણે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, સચિન દ્વારા ગળું દબાવીને પત્ની મહેંદીની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને પ્લાસ્ટિકની થેલીની અંદર પેક કરીને રસોડામાં મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિન ફરાર થઇ ગયો હતો.

રેન્જ આઈજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ દરમિયાનમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ એકબીજા સાથે વર્ષ 2018  થી સંપર્કમાં હતા. છ મહિના તેઓ છુટા રહ્યા હતા. ત્યારબાદ હીનાએ તેનો સંપર્ક કર્યો હતો. બંને જણા હીના જ્યાં અમદાવાદમાં નોકરી કરતી હતી ત્યાં એકબીજા સંપર્ક આવેલા.  વડોદરાના બાપોદ વિસ્તારમાં દર્શન ઓવરસીઝમાં  G-102 ફ્લેટ છે ત્યાં તેણે ભાડે રાખી લીવઇન રીલેશનશીપમાં બંને સાથે રહેતા હતા. સચિન અઠવાડિયામાં પાંચ દિવસ વડોદરામાં રહેતો હતો તથા બે દિવસ પોતાના વતન આવતો હતો અને ત્યાં પોતાના માતા પિતા અને પત્ની સાથે રહેતો.  સચિન દ્વારા થોડા સમય પહેલા પોતાના વતન આવવાની વાત કરતા હીના ઉર્ફે મહેંદી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી અને મોટો જઘડો થયો હતો. જઘડાના અંતે સચિને હીના ઉર્ફે મહેંદી પેથાણીની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેની લાશને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી. ત્યારબાદ તે બાળકને લઈને ગાંધીનગર આવવા નીકળી ગયો હતો. બાળકને પેથાપુર ખાતે આવેલી સ્વામીનારાયણ ગૌ શાળા ખાતે પગથિયા પર મૂકી પરિવાર સાથે યુપી જવા ફરાર થઇ ગયો હતો.

બાળક શિવાંશને અત્યારે ઓઢવ શિશુગૃહ ખાતે રાખવામાં આવ્યો છે. તેના અને સચિનના  DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. સચિન સામે બાળક તરછોડવાના ગુના હેઠળ તથા વડોદરાના હત્યા કેસ મુદ્દે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જુઓ આ વિડીયો :