Not Set/ વ્યાજાતંકથી કોરોનાનાં કાળમાં પણ બનાસકાંઠાનું ધાનેરા ગામ આખું આજે સજ્જડ બંધ…….

એક તરફ કોરોનાના કહેરને કારણે લાગુ લોકડાઉનાં લોકોને આર્થિક કષ્ટામણો પહેલેથી જ છે. વેપાર – રોજગાર છેલ્લે 66 દિવસથી આમતો બંઘ જ છે તેવુ કહી શકાય, પરંતુ આ કાળમાં પણ વ્યાજખોરોને ઝપ નથી. વ્યાખોર સામાજીક આતંકીઓનો આતંક એટલો છે કે, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વ્યાજાતંકને કારણે સમગ્ર  ધાનેરા ગામમાં આજે સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. એક વેપારીનું અપહરણ કરી […]

Gujarat Others
717ef8c01d4f2b120be59368a96e9e02 વ્યાજાતંકથી કોરોનાનાં કાળમાં પણ બનાસકાંઠાનું ધાનેરા ગામ આખું આજે સજ્જડ બંધ.......

એક તરફ કોરોનાના કહેરને કારણે લાગુ લોકડાઉનાં લોકોને આર્થિક કષ્ટામણો પહેલેથી જ છે. વેપાર – રોજગાર છેલ્લે 66 દિવસથી આમતો બંઘ જ છે તેવુ કહી શકાય, પરંતુ આ કાળમાં પણ વ્યાજખોરોને ઝપ નથી. વ્યાખોર સામાજીક આતંકીઓનો આતંક એટલો છે કે, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વ્યાજાતંકને કારણે સમગ્ર  ધાનેરા ગામમાં આજે સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. એક વેપારીનું અપહરણ કરી ઢોરમાર માર્યાંના બનાવ સામે આવ્યા બાદ હિન્દૂ સંગઠનોએ વ્યાજખોરો – વ્યાજાતંકી સામે લડત શરૂ કરી છે. ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજાતંકી સામે પગલાં ભરવા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગામમાં છેલ્લા ઘણા લાંબા સમયથી આવા વ્યજાતંકીઓનો ત્રાસ છવાયેલો હોય અને વ્યાજખોરોના ત્રાસ થી આખું ધાનેરા ગામ ત્રાહિમામ પોકારી ગયું હોવાથી આજે ધાનેરા સજ્જડ બંધ પાળી ન્યાયની માંગ કરી રહ્યુ છે.  વ્યાજખોરો 30% જેટલી ઉંચી રકમનું વ્યાજમાં લેતા હોવાથી સામાન્ય માણસ માટે જીવવું અને જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વળી પાછુ જો વ્યાજ ચૂકવી ના શકે તો તેમને વ્યાજખોરો અપહરણ કરી ઢોરમાર મારે છે. આવા વ્યજાંતકીઓને ઝેર કરી ન્યાય અપાવવાની માંગ સાથે આખા ગામે સજ્જડ બંધ પાડ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….