Not Set/ રાત્રીના સમયે પણ વૃક્ષો પડવાના ફોન કોલ્સ ચાલુ, વાવાઝોડા સામે અમદાવાદ મનપા સજ્જ

અમદાવાદ મનપા વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાઈ થયા છે. મનપા ને મળેલા કોલ અનુસાર અત્યાર સુધીમાં આશરે ૬૧ જેટલા વૃક્ષો ભારે પવન ને કારને ધરાસાઈ થયા  છે.  વાવાઝોડા ને કારણે અમદાવાદ મનપાએ પૂર્વ  તૈયારી ઓ કરી રાખી છે. ગાર્ડન વિભાગ ની 57 ટીમ અલગ અલગ વિસ્તારમાં એલર્ટ કરવમાં આવી છે. 

Top Stories Ahmedabad Gujarat
kachbo 18 રાત્રીના સમયે પણ વૃક્ષો પડવાના ફોન કોલ્સ ચાલુ, વાવાઝોડા સામે અમદાવાદ મનપા સજ્જ

તાઉ-તે વાવાઝોડાએ પોતાની તાકાત બતાવવાનું શરુ કર્યું છે. વાવાઝોડાનું કેન્દ્ર -આઈ  જયારે  અથડાય છે. ત્યારે તેની તીવ્રતા ઓછો હોય છે. પરંતુ જયારે તે પસાર થઇ જાય છે ત્યારે તેની તીવ્રતા અને ગંભીર પરિણામો છોડતું જાયછે.  ગુજરાતમાં પણ વાવાઝોડાની સર ના ભાગ રૂપે વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદી જોર વધ્યું છે.  ત્યારે મેગા અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

જેને પરિણામે અમદાવાદ મનપા વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાઈ થયા છે. મનપા ને મળેલા કોલ અનુસાર અત્યાર સુધીમાં આશરે ૬૧ જેટલા વૃક્ષો ભારે પવન ને કારને ધરાસાઈ થયા  છે.  વાવાઝોડા ને કારણે અમદાવાદ મનપાએ પૂર્વ  તૈયારી ઓ કરી રાખી છે. ગાર્ડન વિભાગ ની 57 ટીમ અલગ અલગ વિસ્તારમાં એલર્ટ કરવમાં આવી છે.

રાત્રીના સમયે પણ વૃક્ષો પડવાના ફોન કોલ્સ આવ્યા બાદ તરત ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ રહી છે. અને  સ્થળ પર પહોંચી ને કામ કરી રહી છે. રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે સિટી નું મોનીટરીંગ થઈ રહ્યું છે.