Kulgam encounter/ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરના કમાન્ડર સહિત બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું સતત ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન હવે કુલગામ વિસ્તારમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.

Top Stories India
terrorists

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું સતત ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન હવે કુલગામ વિસ્તારમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને આ આતંકવાદીઓ એક ગામમાં છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા, જેના પછી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે સુરક્ષા દળોએ બંને આતંકવાદીઓને ઢાળી દીધા હતા.

આતંકવાદીઓ વિશે માહિતી
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે ગઈકાલે (શનિવાર) રાત્રે એસએસપી કુલગામને સમાચાર મળ્યા હતા કે લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ એક ગામમાં છુપાયેલા છે. જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. કેટલાક કલાકો સુધી ચાલેલા આ એન્કાઉન્ટર બાદ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

હૈદર લશ્કરનો કમાન્ડર હતો
માર્યો ગયેલો આતંકી હૈદર પાકિસ્તાનનો છે, જે આતંકી સંગઠનનો કમાન્ડર હતો. તેના સુરક્ષા દળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. હૈદરની હત્યાને મોટી સફળતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે બંને ટોપ લિસ્ટેડ આતંકવાદીઓ હતા. બીજા આતંકીનું નામ શાહબાઝ શાહ જણાવવામાં આવ્યું છે. જે કાશ્મીરનો રહેવાસી હતો. તેણે થોડા દિવસ પહેલા કુલગામમાં જ એક સામાન્ય નાગરિક સતીશ કુમાર સિંહની હત્યા કરી હતી. આતંકીઓ પાસેથી એક AK-47, એક પિસ્તોલ, ઘણા ગ્રેનેડ મળી આવ્યા છે.

કાશ્મીર પોલીસના આઈજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હૈદર છેલ્લા બે વર્ષથી ઉત્તર કાશ્મીરમાં સક્રિય હતો. તે બાંદીપોરાથી તેના આતંકવાદી પ્લાનને અંજામ આપતો હતો, પરંતુ તાજેતરમાં તેણે દક્ષિણ કાશ્મીરમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. હૈદર અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા વિશે માહિતી આપતા આઈજીપીએ કહ્યું કે, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 67 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી 16 અન્ય દેશોના હતા.

આ પણ વાંચો: પૂર્વી યુક્રેનના લુહાન્સ્કમાં એક શાળા પર રશિયન હવાઈ હુમલા, 60ના મોતની આશંકા