Gujrat/ હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે વરસાદ, ઠંડીમાં થશે ઘટાડો

હવામાન વિભાગની આગાહી કરી છે કે ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનું જોર ઘટશે.

Top Stories Gujarat
Mantay 40 હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે વરસાદ, ઠંડીમાં થશે ઘટાડો

ગુજરાતમાં અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. વાતાવરણ બદલાતા વરસાદના વાદળો બંધાયા છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. અરબી સમુદ્રમાં થઈ રહેલ બદલાવ અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડી સાથે ફરી વરસાદ જોવા મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં બે થી ત્રણ દિવસ હવામાનમાં ફેરફાર જોવા મળશે. 8 જાન્યુઆરીના રોજ આ બદલાવની શરૂઆત થઈ ગઈ હતી. જેના બાદ ગતરોજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે.

ગુજરાતનું હવામાન શિયાળુ પાક માટે વધુ અનુકૂળ છે જ્યારે આ સિઝનમાં વરસાદના કારણે પાકને વધુ નુકસાન થાય છે. કમોસમી વરસાદથી ખેડૂતો પર સંકટ વધ્યું છે. રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માંવઠુ થતા ખેડૂતોને પાકને નુકસાનની ભિતી જોવા મળી. કમોસમી વરસાદ થતા ખેડૂતો પાકની સાચવણી માટે દોડધામ કરી રહ્યા છે. ઘંઉના પાક તૈયાર થયો છે જ્યારે તુવેર, કપાસ અને સૂકો ઘાસચારો વરસાદના કારણે નુકસાન થશે તેવો ખેડૂતોમાં ડર જોવા મળ્યો. માંવઠુ પડતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. મધ્ય અને દક્ષિગુજરાતમાં ચોમાસા જેવો વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ ગયા છે. મોડી રાત્રે છોટાઉદેપુર, નર્મદા, વલસાડમાં વરસાદ થયો.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત બાદ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં આજે ફરી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં 2-3 દિવસ તાપમાનમાં સામાન્ય ફેરફાર જ જોવા મળી શકે. તેમજ કમોસમી વરસાદ બાદ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટશે.