Not Set/ આર્યનની સરનેમ ખાન હોવાના કારણે ટાર્ગેટ પર : મહેબૂબા મુફ્તી

એક ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આર્યન ખાન મુસ્લિમ હોવાને કારણે પરેશાન થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીના પુત્રના કેસમાં ચાર ખેડૂતોની હત્યા…

Top Stories India
મહેબૂબા મુફ્તી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી નું ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે આર્યન ખાન (અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર) મુસ્લિમ હોવાને કારણે પરેશાન થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીના પુત્રના કેસમાં ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં નિષ્પક્ષ તપાસને બદલે, કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે કારણ કે તેની અટક ખાન છે. મુસ્લિમોને ભાજપની મુખ્ય વોટ બેંકની ઈચ્છાઓ પૂરી કરવા માટે લક્ષિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :રાજૌરીમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

મહેબૂબા મુફ્તી એ સોમવારે ટ્વિટ કરીને આ વાત કહી હતી. તેમણે લખ્યું, “ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં કેંદ્રીય મંત્રીના દીકરાને ઉદાહરણ રૂપ સજા આપવાના બદલે કેંદ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાને પરેશાન કરી રહી છે કારણકે તેની સરનેમ ખાન છે. ન્યાયની વિડંબણા એ છે કે, ભાજપની મૂળ વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.”

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી એ કેન્દ્ર સરકાર પર રાજકીય લાભ માટે ‘બાહુબલીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જમ્મુ -કાશ્મીરની સ્થિતિ ખરાબ થઈ રહી છે. મુફ્તીએ દાવો કર્યો હતો કે, અનંતનાગ જિલ્લામાં ગુરુવારે સીઆરપીએફના જવાનો દ્વારા ઠાર કરાયેલા મુસ્લિમ વ્યક્તિના સંબંધીઓને મળવા ન દેવા બદલ તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શિવરાજ સિંહના મંત્રીઓ રેમ્પ પર મોડેલો સાથે કેટવોક કરતા જોવા મળ્યા, કોંગ્રેસે કર્યો કટાક્ષ, કહ્યું – વિશ્વગુરુ બનીનેજ રહેશે

મહેબૂબાએ પોતાના ટ્વિટર પર લખ્યું, ‘જમ્મુ -કાશ્મીરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મારો ડર એ હકીકતથી વધારે છે કે, સુધારાને બદલે, ભારત સરકાર ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે બાહુબલી શક્તિનો ઉપયોગ કરવાની નીતિ ચાલુ રાખશે. તેનું કારણ ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી છે.

તેણે આગળ લખ્યું, ‘આજે ફરી એકવાર હું નજરકેદમાં છું. CRPF સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક નિર્દોષ નાગરિકના પરિવારની મુલાકાત લેવા માગે છે. ભારત સરકાર ઈચ્છે છે કે, આપણે પસંદગીની હત્યાઓની નિંદા કરીએ. તેઓ એવા કિસ્સાઓમાં જ ગુસ્સે થાય છે જ્યાં લોકોના ધ્રુવીકરણ માટે નફરતની રાજનીતિ શરૂ કરી શકાય.

આ પણ વાંચો : દેશમાં રસીની કોઈ અછત નથી, કોવેક્સિનની નિકાસને મંજુરી અપાઈ

જણાવી દઈએ કે, જ્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનને ડ્રગ રેડ કેસમાં પકડ્યો છે ત્યારથી શાહરૂખ ખાન અને તેના પરિવારને ચારેબાજુથી સપોર્ટ મળી રહ્યો છે. સલમાન ખાન, સંજય કપૂર, કરણ જોહર જેવા મિત્રોએ શાહરૂખના ઘરે જઈને તેને હિંમત આપી હતી. જ્યારે બોલિવુડના અન્ય સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શાહરૂખ-ગૌરીનો સપોર્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં ફેન્સ પણ ‘મન્નત’ની બહાર એકઠા થઈને શાહરૂખનો સપોર્ટ કરી રહ્યા છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભાજપ નેતાના સાળાને છોડી દીધો હતો. ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આરોપોને ફગાવ્યા હતા અને તપાસ નિષ્પક્ષ હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે, 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હતા. ત્યારે ક્રૂઝ પરથી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ સહિત 8 લોકોની અટકાયત કરી હતી. 3 ઓક્ટોબરે આર્યન સહિતના આરોપીઓને ધરપકડ કરાઈ હતી. હાલ આર્યન 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પર 13 ઓક્ટોબરે સુનાવણી થશે.

આ પણ વાંચો :ગભરાશો નહીં, કોલસો પૂરતો છે: કેજરીવાલના સવાલનો કેન્દ્રનો જવાબ