અકસ્માત/ ધનબાદ જજનાં આકસ્મિક મોતનો મામલો SC સુધી પહોંચ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

ધનબાદમાં મોર્નિંગ વોક પર નીકળેલા જિલ્લા અને સેશન્સ જજ ઉત્તમ આનંદનાં આકસ્મિક મોતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) એ કોર્ટ પાસેથી સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

Top Stories India
11 598 ધનબાદ જજનાં આકસ્મિક મોતનો મામલો SC સુધી પહોંચ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

બુધવારે સવારે ધનબાદમાં માર્ગ અકસ્માતમાં જિલ્લા અને સેશન્સ જજ ઉત્તમ આનંદનાં મોતનાં સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, જ્યારે તે ગઈકાલે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે પાછળથી તેમને એક ઓટોએ ટક્કર મારી હતી, જેના કારણે તે રસ્તા પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, નજીકનાં લોકોએ તેમને શહીદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ પહોંચાડ્યા હતા, જ્યા તેમણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો – વિમાન દુર્ઘટના / અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, 6 લોકોનાં મોત

ધનબાદમાં મોર્નિંગ વોક પર નીકળેલા જિલ્લા અને સેશન્સ જજ ઉત્તમ આનંદનાં આકસ્મિક મોતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) એ કોર્ટ પાસેથી સ્વતંત્ર તપાસની માંગ કરી છે. બાર એસોસિએશને આ સમગ્ર મામલે ઉંડા કાવતરાની શંકા વ્યક્ત કરી છે. ન્યાયાધીશનાં ઓટોને ટક્કર માર્યા બાદ હત્યાની શંકા ઉભી થઈ છે. આ કેસમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળી ગયા છે, જેમાં ન્યાયાધીશને ઇરાદાપૂર્વક મારવાનો મામલો સામે આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ જસ્ટિસ એન.વી. રમણાએ કહ્યું કે, ન્યાયાધીશની હત્યા કેસમાં ઝારખંડ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સાથે વાત કરી છે. આ મામલે સુઓ મોટો લેતા ઝારખંડ હાઇકોર્ટે ધનબાદનાં પોલીસ અધિકારીને સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં ધનબાદનાં એસએસપી પાસેથી વીડિયો કોન્ફરન્સિંગ અંગે માહિતી લેવામાં આવી છે. મોર્નિંગ વોક પર નીકળેલા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ઉત્તમ આનંદનાં આકસ્મિક મોતનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ અકસ્માત ઇરાદાપૂર્વક કરવામાં આવેલ છે.

આ પણ વાંચો – લોકડાઉન / કોરોના કેસો વધતા 31 જુલાઈ અને 1 લી ઓગસ્ટના રોજ કેરળમાં પૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

ધનબાદ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ઉત્તમ આનંદ બુધવારે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે રણધીર વર્મા ચોક નજીક એક ઓટોએ તેમને ટક્કર મારી હતી. આ ટક્કરમાં માર્યા ગયેલા ન્યાયાધીશનાં મોતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં દેખાયુ કે, ઓટો પહેલા સીધા રસ્તા પર જઈ રહ્યો હતો અને ન્યાયાધીશ રસ્તાની બાજુમાં ચાલતા હતા. પરંતુ અચાનક રસ્તાની સાઈડ પર ઓટો આવે છે અને જજને ટક્કર મારતા તે જમીન પર પડી જાય છે. હવે પોલીસ પણ આ મામલાને હત્યાનાં ઓન્ગલથી તપાસ કરી રહી છે પરંતુ મીડિયાથી અંતર બનાવી રાખવામાં આવેલ છે.