Festival/ ઈદે-મિલાદ આ દિવસે ઉજવવામાં આવશે,ચાંદ કમિટીએ કરી જાહેરાત

ઈદ મિલાદ-ઉન-નબીને પગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે

Top Stories Gujarat
6 46 ઈદે-મિલાદ આ દિવસે ઉજવવામાં આવશે,ચાંદ કમિટીએ કરી જાહેરાત

ગુજરાત ચાંદ કમિટિના પ્રમુખ જનામ મુફ્તિ શબ્બીર અહેમદ સિદ્દીકીએ એક યાદીમાં જણાવ્યું છે કે, મંગળવાર 27/9/2022ના રોજ ચાંદ દેખાતા અંગ્રેજી તારીખ 28/9/2022, બુધવારના રોજ ઈસ્લામી વર્ષ 1444નો રબીઉલ અવ્વલ મહિનાનો પહેલો ચાંદ ગણાશે. જેના અનુસાર 9 ઓક્ટોબર, 2022 (રવિવાર)ના રોજ ઈદે-મિલાદ મનાવવામાં આવશે.

5 47 ઈદે-મિલાદ આ દિવસે ઉજવવામાં આવશે,ચાંદ કમિટીએ કરી જાહેરાત

ઈદ મિલાદ-ઉન-નબીને પગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદા જુદા સ્થળોએથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. આજે સોમવારે ઘરો અને મસ્જિદોમાં કુરાન વાંચવામાં આવે છે. ઈદે મિલાદ-ઉન-નબીના પ્રસંગે ઘર અને મસ્જિદ શણગારવામાં આવે છે અને મોહમ્મદ સાહેબના સંદેશા વાંચવામાં આવે છે. હઝરત મોહમ્મદનો એક જ સંદેશ હતો કે માનવતામાં માનનાર જ મહાન છે. આ દિવસે લોકો ગરીબોને દાન પણ આપે છે.