Covid-19/ ભાજપનાં દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્રમિત

ભાજપનાં દિગ્ગજ નેતા અને અમરેલી ભાજપનાં એપી સેન્ટર ગણાતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં દિલિપ સંઘાણીએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. ….

Top Stories Gujarat Others
zzas 98 ભાજપનાં દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્રમિત

દિલીપ સંઘાણી દંપતી થયા કોરોના સંક્રમિત
દિલીપ સંઘાણીએ ટ્વીટ કરી આપી જાણકારી
સંઘાણીના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ
દિલીપ સંઘાણી છે ગુજકોમાસોલના ચેરમેન
ભાજપના વધુ એક નેતા કોરોના પોઝીટીવ

ભાજપનાં દિગ્ગજ નેતા અને અમરેલી ભાજપનાં એપી સેન્ટર ગણાતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં દિલિપ સંઘાણીએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી.

આપને જણાવી દઇએ કે, પૂર્વે પણ અનેક રાજકીય નેતાઓને કોરોનાવાયરસે પોતાના ઝપટમાં લીધા છે. જો કે કહી શકાય કે કોરોના ગુજરાત ભાજપ પર ભારે પડી રહ્યો છે. હાલમાં ગુજરાત ભાજપનાં દિગ્ગજ નેતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાનાં સાંસદ અભયભાઇ ભારદ્વાજ કોરોના સામેની લાંબી જંગ હારી જતા કોરોનાનાં કારણે બેંગલુરુમાં તેમનુ નિધન થયુ હતુ. આ પહેલા કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો હતો અને કોંગ્રેસનાં ચાણક્ય કહેવાતા અહેમદભાઇ પટેલને કોરોનાએ તેના ભરડામાં લઇ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પાછલા 24 કલાકનાં આંકડામાં કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવામાં આવી રહ્યો છે અને ગઇકાલે નોંધવામાં આવેલા કેસ પ્રમાણે રાજ્યમાં કોરોનાનાં નવા 960 કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે અને હાલમાં 11,625 કોરોનાનાં એકટિવ કેસ અને નવા સંક્રમણ કરતા અનેક ગણો વધુ રિકવરી રેટ ગુજરાત માટે શાંતિપ્રદ છે.

દેશમાં એક્ટિવ કેસની રીતે કેરળ નં.1 પર પહોંચી ગયુ છે અને કેરળે અંતે મહારાષ્ટ્રને પણ પાછળ છોડ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે. દેશમાં સર્વાધિક દૈનિક કેસ પણ કેરળમાં જ હાલ નોંધવામાં આવી રહ્યા છે. ગઇકાલની વાત કરવામાં આવે તો, 3,400થી વધુ સર્વાધિક દૈનિક કેસ કેરળમાં નોંધાયા છે. 60,500 એક્ટિવ કેસ સાથે એક્ટિવ રેશિયોમાં પણ કેરળ નં.1 છે. જો કે, 59,500 સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે સરક્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Covid-19 / સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્…

Election / તો શું કાશ્મીર ઘાટીમાં પણ ખીલશે કમળ? DDC ચૂંટણીમાં ભાજપ આગળ…

Covid-19 / તો શું ખરેખર કોરોના સામે જંગ જીતી રહ્યુ છે ભારત? જાણો 24 કલા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો