Not Set/ ભારત-ચીન બોર્ડર પર તણાવ, સેનાએ કહ્યુ- ભારતીય સૈનિકોની નથી કરવામાં આવી અટકાયત અને ન તો…

ભારત અને ચીનની સેના વચ્ચે લદ્દાખમાં તણાવનાં સમાચાર સત સામે આવી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર પણ મળ્યા હતા કે ભારતીય સૈનિકોને ચીની સૈનિકોએ કબજામાં લીધા છે. પરંતુ બાદમાં તેમને છૂટા કરાયા હતા. જો કે, સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતીય સૈનિકોની અટકાયત કરવામાં આવી નથી અને ન તો તેમના હથિયારો છીનવી લેવામાં […]

India
937a25abaaf6a90fe75e263fbc92bcf7 1 ભારત-ચીન બોર્ડર પર તણાવ, સેનાએ કહ્યુ- ભારતીય સૈનિકોની નથી કરવામાં આવી અટકાયત અને ન તો...

ભારત અને ચીનની સેના વચ્ચે લદ્દાખમાં તણાવનાં સમાચાર સત સામે આવી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર પણ મળ્યા હતા કે ભારતીય સૈનિકોને ચીની સૈનિકોએ કબજામાં લીધા છે. પરંતુ બાદમાં તેમને છૂટા કરાયા હતા. જો કે, સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતીય સૈનિકોની અટકાયત કરવામાં આવી નથી અને ન તો તેમના હથિયારો છીનવી લેવામાં આવ્યા છે. સરહદ વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યુ હોવાને ભારત અને ચીન વચ્ચેનાં વિવાદનું મુખ્ય કારણ કહેવામાં આવી રહ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર સરહદ પર બંને બાજુ સેનાની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે. પરિસ્થિતિને સુધારવા માટે દરેક સ્તરે વાટાઘાટો ચાલી રહી છે. રાજકીય, રાજદ્વારી અને સૈન્ય સ્તરે આ મામલાને હલ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ વિવાદ અંગે સેના દ્વારા અન્ય કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. એટલું જ કહ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન ચીની આર્મી દ્વારા ન તો સેના અને ન તો આઈટીબીપી જવાનોની અટકાયત કરવામાં આવી હતી અને ન તો તેઓ હથિયાર લઈ ગયા હતા. સાંજ સુધીમાં, સેના તરફથી નિવેદન અથવા બ્રીફિંગની અપેક્ષા છે. ભારત-ચીન સરહદ પર કોઈ સીમાંકન નથી, તેથી સરહદ અંગે બંને દેશોનાં પોતાના દાવા છે. વિવાદનાં સમાધાન માટે લગભગ 20 વિશેષ પ્રતિનિધિ સ્તરે વાટાઘાટો કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી. વડા પ્રધાન મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સરહદ પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા પ્રયાસો કરી ચુક્યા છે, પરંતુ સરહદ પર સ્થિતિ તંગ બની જાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પેંગોંગમાં આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારત અને ચીની સૈન્ય વચ્ચે ઝપાઝપીની સ્થિતિ ઉભી થઇ હતી. આ વિવાદ અંગે લાંબી કમ્યુનિકેશન ચેન છે જે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) સુધી પહોંચી છે. આ સંદર્ભમાં, ભારતીય એજન્સીઓએ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. પીએમઓને મોકલવામાં આવેલા આ અહેવાલમાં લખ્યું છે કે, અટકાયતમાં લેવામાં આવેલી પેટ્રોલ પાર્ટીમાં સેના અને આઈટીબીપીનાં જવાનો સંડોવાયેલા હતા. વિવાદ વધ્યા પછી, બંને પક્ષનાં કમાન્ડરોની સરહદ બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પરિસ્થિતિ શાંત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.