કોરોના મહામારી/ હવેથી કોરોના દર્દીઓની સારવારમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરી શકાશે નહિ, તબીબી વ્યવસ્થાપન માર્ગદર્શિકામાંથી દૂર કરાયું

તબીબી વ્યવસ્થાપન માર્ગદર્શિકામાંથી પ્લાઝ્મા થેરાપીને દૂર કરવામાં આવી છે. આ સંદર્ભે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ માહિતી આપી છે. રોગની તીવ્રતા અથવા મૃત્યુની સંભાવના ઘટાડવા પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે.

Health & Fitness Trending
kachbo 16 હવેથી કોરોના દર્દીઓની સારવારમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરી શકાશે નહિ, તબીબી વ્યવસ્થાપન માર્ગદર્શિકામાંથી દૂર કરાયું

તબીબી વ્યવસ્થાપન માર્ગદર્શિકામાંથી પ્લાઝ્મા થેરાપીને દૂર કરવામાં આવી છે. આ સંદર્ભે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ માહિતી આપી છે. રોગની તીવ્રતા અથવા મૃત્યુની સંભાવના ઘટાડવા પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે.

શનિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિડ -19 પર ICMRની નેશનલ ટાસ્ક ફોર્સ મીટિંગના તમામ સભ્યો એ તરફેણમાં હતા કે  કોવિડ -19 ના પુખ્ત દર્દીઓના સારવાર માટેના તબીબી માર્ગદર્શિકામાંથી પ્લાઝ્મા પદ્ધતિનો ઉપયોગ તાત્કાલિક દૂર કરવો જોઈએ. કારણ કે તે અસરકારક નથી અને ઘણા કિસ્સાઓમાં તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવામાં આવ્યો છે.

માર્ગદર્શિકામાંથી પ્લાઝ્મા થેરાપીને દુર કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે  જ્યારે કેટલાક ડોકટરો અને વૈજ્ઞાનિકોએ  દેશમાં કોવિડ -19 ની સારવાર માટે પ્લાઝ્મા પદ્ધતિના “અતાર્કિક અને બિન-વૈજ્ઞાનિક ઉપયોગ” વિશે વિજયરાગવનને એક પત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આ પત્ર આઈસીએમઆરના વડા બલારામ ભાર્ગવ અને એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને પણ મોકલ્યો હતો.