Not Set/ પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે પૃથ્વી શોએ સર્જી રેકોર્ડની હારમાળા

રાજકોટ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે હાલ ૪ વિકેટના નુકશાને ૩૫૧ રન બનાવી લીધા છે. જો કે આ મેચ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કરનારા ૧૮ વર્ષીય યુવા ક્રિકેટર પૃથ્વી શોએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી છે […]

Trending Sports
DoqSf8qX0AAfGOT પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે પૃથ્વી શોએ સર્જી રેકોર્ડની હારમાળા

રાજકોટ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે હાલ ૪ વિકેટના નુકશાને ૩૫૧ રન બનાવી લીધા છે.

જો કે આ મેચ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કરનારા ૧૮ વર્ષીય યુવા ક્રિકેટર પૃથ્વી શોએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી છે અને અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

ભારતીય તરફથી ઓપનર તરીકે મેદાનમાં ઉતરેલા પૃથ્વી શોએ ઇનિંગ્સની શરૂઆત સાથે જ પોતાની આગવી રમત દાખવી હતી અને ૧૩૪ રન ફટકાર્યા હતા.

પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શોએ આ રેકોર્ડ કર્યા પોતાના નામે : 

પૃથ્વી શોએ ડેબ્યુ મેચમાં પૂરી કરી સદીની હેટ્રિક

DopVo4kUUAISXPP પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે પૃથ્વી શોએ સર્જી રેકોર્ડની હારમાળા

પૃથ્વી શોએ રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં ગત વર્ષે જાન્યુઆરી, ૨૦૧૭માં ડેબ્યુ કર્યું હતું અને આ મેચમાં સદી ફટકારી હતી. દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં શોએ ડેબ્યુ કર્યું હતું અને આ મેચમાં પણ સદી ફટકારી હતી.

હવે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પણ ડેબ્યુ કરતા સદી ફટકારી હતી અને આ સાથે ડેબ્યુ હેટ્રિક પૂરી કરી હતી.

સૌથી નાની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ સદી

Doo9vGvUYAAs5PZ પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે પૃથ્વી શોએ સર્જી રેકોર્ડની હારમાળા

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી નાની ઉંમરમાં સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. પૃથ્વી શોએ આ મામલે બીજી સ્થાન હાંસલ કર્યું છે.

૧૭ વર્ષ ૧૧૨ દિવસ : સચિન તેંડુલકર v/s ઈંગ્લેંડ, ૧૯૯૦

૧૮ વર્ષ ૩૨૯ દિવસ : પૃથ્વી શો v/s વેસ્ટ ઇન્ડીઝ, ૨૦૧૮

૨૦ વર્ષ ૨૧ દિવસ : કપિલ દેવ v/s વેસ્ટ ઇન્ડીઝ, ૧૯૭૯

૨૦ વર્ષ ૧૩૧ દિવસ : અબ્બાસ અલી બેગ v/s ઈંગ્લેંડ, ૧૯૫૯

ડેબ્યુ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી સદી

પૃથ્વી શોએ ડેબ્યુ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.

શોએ પોતાની પ્રથમ ટેસ્ટમાં માત્ર ૯૯ બોલમાં સદી ફટકારી છે. જો કે આ મામલે શોની આગળ શિખર ધવન (૮૫) અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી ડ્વેન સ્મિથ (૯૩) છે.

રણજી મેચની સાથે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ટેસ્ટ મેચમાં સદી

ગત વર્ષે જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ રણજી ટ્રોફીમાં પોતાનું ડેબ્યુ કરનાર પૃથ્વી શોએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી છે.

આ પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર ગુડપ્પા વિશ્વનાથ અને ઓસ્ટ્રેલિયાના ડર્ક વેલ્હમે આ રેકોર્ડ બનાવી ચુક્યા છે.