IPL 2021/ બીસીસીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય, યૂએઈમાં થશે આઈપીએલના બાકીના 31 મેચ

ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલ 2021ના બાકી બચેલા મેચ યૂએઈમાં આયોજિત થશે તેવું જાણવા મળી રહ્યું છે . જે અંગે ની જાણકારી બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપી હતી. બીસીસીઆઈની સ્પેશિયલ  આ જનરલ મીટિંગમાં  નિર્ણય લેવામાં આવ્યો છે.તેમજ  બીસીસીઆઈ આઈપીએલના મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરાવવાની તૈયારીમાં છે. આઈપીએલ 2021ની બાકી બચેલી મેચોની શરુઆત 19 અથવા 20 સપ્ટેમ્બરથી થઈ શકે […]

Sports
Untitled 342 બીસીસીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય, યૂએઈમાં થશે આઈપીએલના બાકીના 31 મેચ

ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલ 2021ના બાકી બચેલા મેચ યૂએઈમાં આયોજિત થશે તેવું જાણવા મળી રહ્યું છે . જે અંગે ની જાણકારી બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપી હતી. બીસીસીઆઈની સ્પેશિયલ  આ જનરલ મીટિંગમાં  નિર્ણય લેવામાં આવ્યો છે.તેમજ  બીસીસીઆઈ આઈપીએલના મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરાવવાની તૈયારીમાં છે. આઈપીએલ 2021ની બાકી બચેલી મેચોની શરુઆત 19 અથવા 20 સપ્ટેમ્બરથી થઈ શકે તેવી સંભવના જોવા મળી રહી છે. જ્યારે ફાઈનલ મેચ યૂએઈમાં 10 ઓક્ટબરે રમાશે. બીસીસીઆઈ ટી20 વિશ્વ કપ વિશે અંતિમ નિર્ણય લેવા માટે આઈસીસી સાથે જુલાઈ સુધીમાં સમય લેશે.

આ વર્ષે ટી20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં પ્રસ્તાવિત છે. જો ભારતમાં સ્થિતિ સુધરશે નહીં તો વર્લ્ડ કપ પણ યૂએઈમાં કરાવવામાં આવી શકે છે. કોરોના મહામારીના કારણે આઈપીએલ 2020 પણ યૂએઈમાં રમાયો હતો.

નોધનીય છે કે બાયો બબલમાં ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ 4 મેના રોજ બોર્ડે આઈપીએલ 2021ની 14મી સીઝન સ્થગિત કરી દીધી હતી.