Not Set/ ગુજરાત બીજી વખત રણજીટ્રોફી ફાઇનલમાં પ્રવેશ, નાગપુર સામે ગુજરાતનો 124 રને વિજય

નવી દિલ્હી: ગુજરાત રણજીની ટીમ ફાઈનલમાં પહોંચી છે. રણજીના ઇતિહાસમાં બીજી વાર ઇન્ડિયાની રણજીની ટીમ ફાઈનલમાં પહોંચી છે. ગુજરાતની ટીમ નાગપુર સામે 124 રનથી જીત મેળવી ફાઈનલમાં પહોંચ્યુ છે. આ પહેલા ગુજરાત 1950-51માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોચ્યુ હતું જો કે ફાઇનલમાં તેનો પરાજય થયો હતો. ગુજરાતે બીજી સેમિ ફાઇનલમાં પ્રથમ ઇનિંગમાં પ્રિયાંક પંચાલના 149 રનની મદદથી 390 […]

Sports
prv 5707a 1483527741 ગુજરાત બીજી વખત રણજીટ્રોફી ફાઇનલમાં પ્રવેશ, નાગપુર સામે ગુજરાતનો 124 રને વિજય

નવી દિલ્હી: ગુજરાત રણજીની ટીમ ફાઈનલમાં પહોંચી છે. રણજીના ઇતિહાસમાં બીજી વાર ઇન્ડિયાની રણજીની ટીમ ફાઈનલમાં પહોંચી છે. ગુજરાતની ટીમ નાગપુર સામે 124 રનથી જીત મેળવી ફાઈનલમાં પહોંચ્યુ છે. આ પહેલા ગુજરાત 1950-51માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોચ્યુ હતું જો કે ફાઇનલમાં તેનો પરાજય થયો હતો.

ગુજરાતે બીજી સેમિ ફાઇનલમાં પ્રથમ ઇનિંગમાં પ્રિયાંક પંચાલના 149 રનની મદદથી 390 રન બનાવ્યા હતા. ઝારખંડની ટીમે વળતો જવાબ આપતા ઇશાક જગ્ગીના આક્રમક 129 રનની મદદથી 408 રન બનાવ્યા હતા અને 18 રનની લીડ મેળવી હતી. ગુજરાતની ટીમ બીજી ઇનિંગમાં 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઝારખંડને જીતવા 234 રનનો પડકાર મળ્યો હતો.

ગુજરાત તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. જ્યારે આર.પી.સિંહે 3 વિકેટ લીધી છે. હવે રણજીમાં 10મીએ ફાઈનલ મુકાબલો રમાશે. મુંબઈ અને તામિલનાડુ વચ્ચે રમાઈ રહેલી બીજી સેમિફાઈનલમાં જે ટીમ જીતશે તેની સામે ગુજરાતની ટીમ ઈંદોરમાં ફાઈનલ મેચ રમશે.