અત્યારે ચારેબાજુ બસ બે જ વાત ચાલી રહી છે જેમાં એક તારક મહેતા કા ઉલટા ચશ્મા અને બીજી બાજુ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ. એવામાં તાજેતરમાં જ એક બીજી ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં રોશન સોઢીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રી શોમાં તારક મહેતાની મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા શૈલેષ લોઢા સાથે ફી વિવાદ બાદ ચર્ચામાં છે. જેનિફરે શોના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે.
અભિનેત્રીએ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર મોનિકા ભદૌરિયા, જે શોમાં બાવરીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે, તેણે કોમેડી શોના નિર્માતા અસિત કુમાર મોદી પર કેટલાક ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. મોનિકાએ દાવો કર્યો છે કે શોના સેટ પર તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. અભિનેત્રીનો આ દાવો ત્યારે સામે આવ્યો છે જ્યારે તારક મહેતાની અન્ય અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પણ અસિત પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
મોનિકા ભદોરિયાએ એક ખાનગી માધ્યમને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- ‘2019માં શો છોડ્યાના ત્રણ મહિના પછી પણ તેને 4થી 5 લાખ રૂપિયાની બાકી રકમ મળી નથી. તેને એટલે કે અસિત મોદીએ દરેક કલાકારના પૈસા રોકી રાખ્યા છે – પછી તે રાજ , ગુરુચરણ સિંઘ હોય કે અન્ય કોઈ વ્યક્તિ, તેઓ કલાકારોના પૈસા માત્ર તેમને ત્રાસ આપવા માટે રોકી રાખે છે. તેમની પાસે પૈસાની અછત ન હોવા છતા તેઓ આવું કરી રહ્યા છે.
મોનિકાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાના તેના અનુભવને નરક ગણાવ્યા છે. મોનિકાએ કહ્યું કે જ્યારે તેની માતાને તેની કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેણે સહાનુભૂતિ પણ નહોતી દર્શાવી. તે કહે છે- “હું હોસ્પિટલમાં રાત રહેતી હતી અને તેઓ મને શૂટ માટે વહેલી સવારે બોલાવતા હતા. જો હું કહું કે મારી માનસિક સ્થિતિ બરાબર નથી, તો પણ તેઓ મને આવવા દબાણ કરતા હતા. સૌથી ખરાબ વાત એ હતી કે શૂટિંગ પર આવ્યા પછી પણ હું રાહ જોતી હતી , તો પણ મારી પાસે કોઈ કામ નહોતું.
આ પણ વાંચો: Cannes Film Festival/ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક
આ પણ વાંચો: એક થી એક આપી હિટ ફિલ્મો, અદાથી લઈને બીજા 10 સ્ટાર્સ ગાયબ છે અત્યારે ઈન્ડસ્ટ્રીમાંથી
આ પણ વાંચો: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મૃણાલ ઠાકુરે કર્યું ડેબ્યુ, એક્ટ્રેસનો લૂક જોઇને ચાહકો થયા પાણી પાણી…
આ પણ વાંચો:અનુરાગ કશ્યપની વધુ એક ડાર્ક ફિલ્મ, કેનેડી ફિલ્મની શું છે કહાની આવો જાણીએ
આ પણ વાંચો:કંગના રનૌતને હિન્દુત્વ પર બોલવાની ભારે કિમંત ચૂકવવી પડી, એલોન મસ્કના નિવેદન પર તેને કહ્યું કે