Kennedy/ અનુરાગ કશ્યપની વધુ એક ડાર્ક ફિલ્મ, કેનેડી ફિલ્મની શું છે કહાની આવો જાણીએ

સની લિયોની અને રાહુલ ભટ્ટ સ્ટારર કેનેડીનું ટીઝર સામે આવ્યું છે. જો 1 મિનિટ 14 સેકન્ડના ટીઝરમાં કંઈક દેખાઈ રહ્યું છે, તો ફક્ત તે માસ્કની પાછળ છુપાયેલ ચહેરો છે.

Entertainment
કેનેડી

અનુરાગ કશ્યપ એક અલગ જોનરની ફિલ્મો માટે જાણીતો છે. તો ફરી એકવાર તે કેટલીક ડાર્ક સ્ટોરી લઈને આવ્યા છે. કેનેડી ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેને જોયા બાદ તમારા શ્વાસ થોડા સમય માટે અટકી  જશે.

કેનેડીમાં સની લિયોની અને રાહુલ ભટ્ટ મળશે જોવા

સની લિયોની અને રાહુલ ભટ્ટ સ્ટારર કેનેડીનું ટીઝર સામે આવ્યું છે. જો 1 મિનિટ 14 સેકન્ડના ટીઝરમાં કંઈક દેખાઈ રહ્યું છે, તો ફક્ત તે માસ્કની પાછળ છુપાયેલ ચહેરો છે. આ કોનો ચહેરો છે, તે દેખાતો નથી, પરંતુ તે કેટલો ડરામણો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.આખરે, તે કોણ છે જે પોતાનો ચહેરો છુપાવીને એક પછી એક હત્યા કરી રહ્યો છે. જેને લોહી વહેવડાવવામાં મજા આવી રહી છે, જે હત્યા કર્યા પછી લાશની કિંમત ચૂકવી રહ્યો છે..

કેવું છે ટીઝર?

સની લિયોની અને રાહુલ ભટ્ટ સ્ટારર કેનેડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.શરૂઆતથી અંત સુધી લોકો સ્ક્રીન સાથે જોડાયેલા જોવા મળે છે પરંતુ તેમને કોઈ પ્રશ્નનો જવાબ મળતો નથી. ટીઝરના અંતમાં સની લિયોની  આવે છે, જે તેના હાસ્યથી લોકોને વધુ મૂંઝવણમાં મૂકે છે.આ ફિલ્મમાં સની લિયોની અને રાહુલ ભટ્ટ બંને મુખ્ય ભૂમિકા ભજવવાના છે અને સની લાંબા સમય પછી ખૂબ જ મજબૂત પાત્રમાં જોવા મળશે.

રાહુલ ભટ્ટની વાત કરીએ તો તે ફિલ્મમાં સિરિયલ કિલરના રોલમાં જોવા મળે છે. જો કે સત્ય શું છે તે તો ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. આપને જણાવી દઈએ,આ વખતે તેનું પ્રીમિયર કાન્સમાં થશે. જેના માટે કલાકારો સંપૂર્ણપણે ઉત્સાહિત છે. કાન્સ પછી જ આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે. આ એક ડાર્ક ફિલ્મ છે જેને અનુરાગ કશ્યરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  Cannes Film Festival/સારા અલી ખાન કરશે કાન્સ 2023માં ડેબ્યૂ , એરપોર્ટ પર જોવા મળી આ લૂકમાં

આ પણ વાંચો : શું ખરેખર તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર કરશે વોક?

આ પણ વાંચો :  ટ્રાફિક પોલીસ મુંબઈ પોલીસ હવે કોઈને નહીં મુકે, હેલ્મેટ વિના બાઇક ચલાવવા પર આ સ્ટાર્સ પર થશે કાર્યવાહી

આ પણ વાંચો : વિવાદ/ ‘અસિત મોદીએ મારી સાથે કોઈ શારીરિક સંબંધ નથી બાંધ્યા પણ… જે કર્યું છે તે ખોટું છે