‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં કામ કરતા રોશન ભાભી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલા તરફથી એક મોટી વાત ફરી જાહેર કરવામાં આવી છે. તો જેનિફર એ શોના નિર્માતા અસિત મોદી અને અન્ય લોકો સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરી એકવાર ‘રોશન ભાભી’એ મીડિયા સામે આવી પોતાની ફરિયાદ કરી છે કે ઘણા લોકો ખોટી અને અલગ અલગ પ્રકારની વાતો અને અફવા ફેલાઈ રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટી છે. આ સાથે તેને એ પણ સ્પષ્ટતા કરી છે કે અસિત મોદીએ તેની સાથે યૌન શોષણ નથી કર્યું બસ તેને મૌખિક રીતે હેરાન કરવામાં આવ્યું હતું. આ સાથે આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ જેનિફર મિસ્ત્રીએ એક જાહેરાત કરી હતી જેમાં તે 15 વર્ષ આ શોમાં કામ કર્યા બાદ હવે તેને છોડવા જઈ રહી છે અને સાથે જ મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
મીડિયા રીપોર્ટ અનુસાર જેનિફર મિસ્ત્રીએ જણાવ્યું કે ‘મેં અસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ 4 એપ્રિલે ડ્રાફ્ટ મોકલ્યો હતો. હું માત્ર મારા પૈસા માગતી નથી, પરંતુ હું સત્ય માટે ઉભી છું. અને ત્રણેએ સ્વીકારવું પડશે કે તેઓએ જે કર્યું તે ખોટું હતું.
જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે, ‘જ્યારે મેં મીડિયા સામે સત્ય કહ્યું તો તેઓએ મારા પર પ્રોફેશનલ ન હોવાનો આરોપ લગાવ્યો હતો. અને હું એ પણ સ્પષ્ટ કરી દઉં કે કેટલાક લોકો કઈ પણ વાતો કરી રહ્યા છે કે અસિતજીએ મારી સાથે સેક્સ કર્યું હતું, પણ ખરેખર એવું નથી. તેને માત્ર વર્બલી વાતો કરી છે અને હું તમને હાથ જોડીને કહું છે કે અર્થહીન વસ્તુઓને હવા ન આપવામાં આવે અને કોઈની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે વાતો સામે આવો.
‘રોશન ભાભી’ એ પણ કહ્યું કે ‘નોટિસ હમણાં જ પોલીસ સ્ટેશન પહોંચી છે. હું અત્યારે મુંબઈમાં નથી. હું મુંબઈ જઈશ કે તરત આગળની પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે જોઈએ કે તે મારા પર કેવા ખોટા આરોપ લગાવે છે. મેં દરેક શબ્દ સાચો બોલ્યો છે. તેણે સ્વીકારવું પડશે કે તેણે જે કર્યું તે તદ્દન ખોટું હતું અને તેણે હાથ જોડીને માફી માગવી પડશે.
આ પણ વાંચો:વર્ષો પછી સાથે આવ્યા અક્ષય કુમાર-રવિના ટંડન, સગાઈ પછી તુટ્યો હતો સંબંધો
આ પણ વાંચો:બિપાશા બાસુએ શેર કર્યો દીકરી દેવીનો એક્સરસાઇઝ વીડિયો,જાણો ફેન્સે કમેન્ટમાં શું કહ્યું?
આ પણ વાંચો:શહનાઝ ગિલ સાથે અફેરની ચર્ચા રાઘવે તૌડ્યું મૌન, જાણો શું કહ્યું
આ પણ વાંચો: બકેટ સ્ટાઈલ બેગને લઈ ટ્રોલ થઈ અનન્યા પાંડે,લોકોએ પૂછ્યા ફની સવાલો
આ પણ વાંચો:પતિ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સમાધાનના મૂડમાં આલિયા સિદ્દીકી, સોશિયલ મીડિયા પર જાહેરમાં માગી માફી