ટેલીવૂડ/ તારક મહેતા.. સીરિયલ ફેઈમ અભિનેત્રીની થઈ શકે છે ધરપકડ, બિન જામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ

લોકપ્રિય ટીવી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દેશભરમાં  જોવાઈ રહી છે.  શોની અંદર જેઠાલાલ ચંપકલાલ ગડા અને બબીતા ​​જીની કેમિસ્ટ્રી આ શોની જાન છે.ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” ફેઈમ

Trending Entertainment
babita2 તારક મહેતા.. સીરિયલ ફેઈમ અભિનેત્રીની થઈ શકે છે ધરપકડ, બિન જામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ

લોકપ્રિય ટીવી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દેશભરમાં  જોવાઈ રહી છે.  શોની અંદર જેઠાલાલ ચંપકલાલ ગડા અને બબીતા ​​જીની કેમિસ્ટ્રી આ શોની જાન છે.ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” ફેઈમ મુનમુન દત્તા ને જાતિસૂચક શબ્દનો ઉપયોગ ખુબ મોંઘો પડી શકે છે. અભિનેત્રી પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે. મુનમુન વિરુદ્ધ હરિયાણામાં બિનજામીન પત્ર કલમમાં SC/ST એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુનમુન વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગમાં ફરિયાદ નોંધાઈ રહી છે. જાલંધરમાં દલિત સંગઠનોએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે અને કાર્યવાહી ન કરવા પર વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે.

Taarak mehta ka ooltah chashma actress munmun dutta career early life  struggle and school education age birthday » Rojgar Samachar | Govt Jobs  News, University Exam Results, Time Table, Admit Card and

 

તાજેતરમાં જ બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો . આ વીડિયોમાં અભિનેત્રી તેના યુટ્યુબ ડેબ્યૂ અને તેની ત્વચા વિશે વાત કરી રહી હતી. આ વીડિયોમાં, અભિનેત્રી કહે છે કે તે (વિવાદાસ્પદ જાતિ સૂચક શબ્દ) ની જેમ દેખાવા માંગતી નથી. અભિનેત્રીની આ ધમાકેદાર ટિપ્પણી પર ટ્રોલર્સએ તેને ઘેરી લીધી હતી ત્યારબાદ હવે તેના પર કાયદા ની તલવાર પણ લટકી રહી છે.

FIR against Munmun Dutta, TMKOC actor booked for using casteist slur in  video - Television News

તાજા જાણકારી પ્રમાણે મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ એલાયન્સ ફોર શેડ્યૂલ ક્લાસ હ્યૂમન રાઇટ્સના સંયોજક રજત કલસને ફરિયાદ આપી હતી. તેને આધાર બનાવીને થાના શહેર હાંસીની પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. અભિનેત્રી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ  153A, 295A અને અનુસૂચિત જાતિ તથા જનજાતિ અત્યાચાર અધિનિયમ કલમ 3(1)(R), 3(1)(S) और 3(1)(U)  હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બધી કલમ બિનજામીન પાત્ર છે.

When TMKOC's Munmun Dutta Opened Up About Her #MeToo Experience

તેનો મતલબ તે થયો કે હવે પોલીસ કાર્યવાહી કરતા મુનમુન દત્તાની ધરપકડ કરે છે તો આ કલમમાં જામીન મળશે નહીં. એટલું જ નહીં આ કલમમાં આગોતરા જામીનની જોગવાઈ પણ નથી. આ મામલો મુનમુન દત્તાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા તે વીડિયોથી શરૂ થયો, જેમાં તેણે એક જાતિ સૂચક શબ્દનો વિવાદાસ્પદ રીતે ઉપયોગ કર્યો હતો.

Taarak Mehta's Munmun Dutta Or Babita Ji Beauty & Fitness Regime

પોલીસની પાસે જે ફરિયાદ આપવામાં આવી, તેમાં કહેવામાં આવ્યું કે, મુનમુન દત્તાનો વીડિયો વલ્ગર સોસાયટી નામની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો, તેમાં તે કહે છે, યૂટ્યૂબ પર આવવુ છે અને તે માટે સારી દેખાવા ઈચ્છુ છું. તે (વિવાદાસ્પદ જાતિ સૂચક શબ્દ) જેવી દેખાવા ઈચ્છતી નથી. આરોપ છે કે આ રીતે મુનમુન દત્તાએ અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ એક અપમાનજનક ટિપ્પણી કરી છે. મહત્વનું છે કે આ શબ્દ બાદ વિવાદ વધતા મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી છે. મુનમુને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો, ત્યારબાદ તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. તેણે  લોકોની માફી પણ માંગી હતી.

sago str 12 તારક મહેતા.. સીરિયલ ફેઈમ અભિનેત્રીની થઈ શકે છે ધરપકડ, બિન જામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ