Not Set/ પરિવારના દબાણના લીધે ૧૦મી વખત ગર્ભવતી બની મહિલા, દિકરાની લાલસાએ ગુમાવ્યો જીવ

દેશમાં ભલે પીએમ મોદી બેટી બચાઓ, બેટી પઢાઓની જાહેરાત કરતા રહે છે, પરંતુ હકીકતમાં દિકરીઓની હાલત દેશમાં કઈક જુદી જ છે. મોટા ભાગના પરિવાર દિકરાની ઇરછા લઈને જ બેઠા હોય છે. દિકરાની ચાહતનો જ આવો એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. બીડ જીલ્લામાં ૩૮ વર્ષની એક મહિલાનું મૃત્યુ એટલા માટે થયું છે, કેમ કે […]

Top Stories India Trending

દેશમાં ભલે પીએમ મોદી બેટી બચાઓ, બેટી પઢાઓની જાહેરાત કરતા રહે છે, પરંતુ હકીકતમાં દિકરીઓની હાલત દેશમાં કઈક જુદી જ છે. મોટા ભાગના પરિવાર દિકરાની ઇરછા લઈને જ બેઠા હોય છે.

દિકરાની ચાહતનો જ આવો એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. બીડ જીલ્લામાં ૩૮ વર્ષની એક મહિલાનું મૃત્યુ એટલા માટે થયું છે, કેમ કે તે ૧૦મી વખત ગર્ભવતી બની હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ મહિલાનું નામ મીરાં એકાંડે હતું. શનિવારે મીરાંએ એક સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તેનું મૃત્યુ થઇ ગયું.

આ મહિલા એક પાનની દુકાન ચલાવે છે. તે ૭ દિકરીઓની માતા છે.  આ મહિલાના ઘરના લોકોને દિકરાની લાલસા હતી. દિકરાની લાલસામાં મીરાંનો જીવ જતો રહ્યો.

પોલીસે જણાવ્યું આની પહેલા પણ આ મહિલાની બે વખત પ્રેગનેન્સી ખરાબ થઇ ગઈ હતી. તેણે પરિવારના દબાણને લીધે ફરીથી જોખમ ઉઠાવ્યું હતું. શનિવારે મીરાંએ બાળકને સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો પરંતુ વધારે લોહી વહી જવાને લીધે તેનું મૃત્યુ થઇ ગયું હતું.

પોલીસે મહિલાની ડેડબોડી તેના પરિવારને સોંપી દીધી છે અને એક્સિડન્ટલ મૃત્યુની રીપોર્ટ નોંધી છે.