Not Set/ જુનાગઢ : MV એક્ટ અમલીકૃત, વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહિત કર્યા

ગુજરાતમાં આજથી મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.  રાજ્યમાં  ઠેર-ઠેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને અટકાવીને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. વાત કરીયે જુનાગઢ જિલ્લાની તો અંહી પણ સવારથીજ રસ્તા પર પોલીસ વિભાગ દ્વારા પોતાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  તો બીજી બાજુ ટ્રાફિક નિયમોનો ભંગ કરવાવાળા ને દંડ કરવામાં […]

Top Stories Gujarat Others
જુનાગઢ જુનાગઢ : MV એક્ટ અમલીકૃત, વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહિત કર્યા

ગુજરાતમાં આજથી મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.  રાજ્યમાં  ઠેર-ઠેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને અટકાવીને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

વાત કરીયે જુનાગઢ જિલ્લાની તો અંહી પણ સવારથીજ રસ્તા પર પોલીસ વિભાગ દ્વારા પોતાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  તો બીજી બાજુ ટ્રાફિક નિયમોનો ભંગ કરવાવાળા ને દંડ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ  ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને પોલીસે ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. જૂનાગઢમાં ટ્રાફિકના નિયમોને લઈને જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ કાયદાના અમલને લઈને પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.

amdavad 1 જુનાગઢ : MV એક્ટ અમલીકૃત, વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહિત કર્યા

આજ થી શરૂ થયેલ ટ્રાફિક ના નિયમો ને કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. સવારથી સામાન્ય જનતા ને હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારી કર્મચારીઓને નિયમો જાણે લાગુ નથી પડતો તેમ બેજીજક નિયમો ને તોડી વાહનો ચલાવે છે ત્યારે સામાન્ય જનતા ને મુસીબત આવી પડી હોય તેવું લાગી રહ્યું છે. બધા ને ટ્રાફિક નિયમ સરખા લાગુ પાડવા જોઈએ. પરંતુ સમાન્ય જનતા નેજ ટારગેટ બનાવવામાં આવી રહી છે તેવો રોષ જાહેર જનતામાં જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ, ગુજરાત સરકાર ના ટ્રાફિક નિયમો નું જૂનાગઢ માં અજથીજ પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ હરકત મા આવી ગઈ છે. નવા નિયમો મુજબ દંડ ફટકારી લોકો ને ટ્રાફિકના નિયમોની સમજણ આવે તે માટે શરૂઆત કરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.