Cannes/ શું ખરેખર તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર કરશે વોક?

બાહુબલી અભિનેત્રી તમન્ના ભાટિયા કાન્સના ફિલ્મ ફેસ્ટીવલમાં જોવા મળશે અને મોટી વાત એ છે કે તે વિજય વર્મા સાથે જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને રેડ કાર્પેટ પર સાથે જોવા મળશે. અને આ સાથે જ બંને આ વર્ષની ન્યૂ યર પાર્ટીમાં પણ કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી લઇ આ બંને ઘણી વખત એકસાથે જોવા મળ્યા છે.

Trending Entertainment
કાન્સ

તમન્ના ભાટિયા અને વિજય વર્મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા માટે ફ્રાન્સ જવા રવાના થયા છે. આ સાથે જ ‘બાહુબલી’ અભિનેત્રી તમન્ના ભાટિયા અને ‘ડાર્લિંગ’ અભિનેતા વિજય વર્મા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તો આ વખતની ન્યૂયર પાર્ટીમાં તેઓ બંને કિસ કરતા જોવા મળ્યા હતા અને ત્યારથી જ આ અફવાઓ સામે આવી રહી છે.

આ બાદ પણ તેઓ બંને ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા હતા. જેમાં ક્યારેક ડિનર ડેટ પર તો ક્યારેક આવી બોલિવૂડ ઈવેન્ટમાં.  અને હવે આ કપલ વિદેશોમાં પણ પોતાની અનોખી કેમેસ્ટ્રીનો રંગ જમાવવા પહોચી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજય અને તમન્ના રેડ કાર્પેટ પર સાથે વોક કરી શકે છે. અને સાથે સાથે આ બંને માટે આ બીજું કાન્સ ફેસ્ટીવલ હશે.

આ અગાઉ પણ વિજય વર્માએ ફિલ્મ ‘મોનસૂન શૂટઆઉટ’ માટે 2013માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ સાથે જ તમન્નાએ કાન્સમાં ડેબ્યુ કર્યું છે. તે વર્ષ 2022માં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. પણ હવે આ બંને સાથે જ ઈવેન્ટમાં જોવા મળશે. અને ખાસ વાત એ છે કે આ બંને વિશ્વના સૌથી મોટા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા જઈ રહ્યા છે અને સાથે જ તેઓ ફ્રેન્ચ રિવેરા જવા રવાના થયા છે. પણ તેઓ બંને એરપોર્ટ પર અલગ-અલગ જોવા મળ્યા હતા.

કાન્સમાં રેડ કાર્પેટ પર એકસાથે ચાલવાનું અફવા છે!

અભિનેતા વિજય અને તમન્ના ભાટિયા આ વર્ષે પણ રેડ કાર્પેટ પર ધૂમ મચાવે તેવી અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એકસાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. ચાહકો તેમને રેડ કાર્પેટ પર એકસાથે જોવા માટે ઉત્સાહિત છે.

વિજય અને તમન્ના ડિનર ડેટ પર ગયા હતા

અગાઉ વિજય અને તમન્ના એકસાથે ડિનર ડેટ પર ગયા હતા. અને આ રૂમર્ડ કપલએ પાપારાઝી તરફ સ્માઈલ કરી અને હાથ લહેરાવ્યો હતો. આ સાથે ચાહકોનું કહેવું હતું કે હવે નક્કી થઈ ગયું છે કે તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

નવા વર્ષ પર કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો

વિજય અને તમન્ના છેલ્લા કેટલાક સમયથી તેમના અફેરના સમાચારોને લઈને ચર્ચામાં છે. નવા વર્ષ પર કિસ કરતો તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા બાદ તેમના લવ અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. પરંતુ બંનેએ હજુ સુધી પોતાના રીલેશન વિશે ખુલીને વાત કરી નથી.

આ પણ વાંચો:પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની આવતીકાલે સગાઈ, પ્રિયંકાની માતાએ આપી આ પ્રતિક્રિયા, કહી મોટી વાત

આ પણ વાંચો:હોસ્પિટલમાં દાખલ થયો સિંગર પેપોન, બેડ પરથી શેર કરી ઈમોશનલ નોટ

આ પણ વાંચો:વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર ‘ધ કેરળ સ્ટોરી’, અમેરિકા-કેનેડામાં રિલીઝ, ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મ એક મિશન છે

આ પણ વાંચો:આગ કે કાવતરું! જે સ્ટુડિયોમાં તુનિષા શર્માનો મળ્યો હતો મૃતદેહ,તેબળીને થયો રાખ

આ પણ વાંચો:અબ્દુ રોજિક વિરુદ્ધ નોંધાઈ FIR, રેસ્ટોરન્ટમાં પિસ્તોલ લોડ કરતા મળ્યો હતો જોવા