Not Set/ ચીનની સ્પેસમાં વધુ એક હરણફાળ, ચંદ્ર પર ઉગાડ્યો કપાસનો છોડ

બિજિંગ, અંતરિક્ષની દુનિયામાં હરણફાળ ભરી રહેલા ચીને વધુ એક સોપાન ભર્યું છે. ચીને હવે ચંદ્રની જમીન પર કપાસના બીજ ઉગાડવામાં સફળતા મેળવી છે. જોવામાં આવે તો, આ પહેલીવાર છે જયારે દુનિયાના કોઈ દેશ દ્વારા બીજા ગ્રહ પર કોઈ પાક ઉગાડવામાં સફળતા મેળવી છે. ચીનના વૈજ્ઞાનિકોએ દાવો છે કે, તેઓના રોવર દ્વારા ચંદ્ર પર કપાસનું બીજ […]

Top Stories World Trending
Dw EnTpX0AApQTB ચીનની સ્પેસમાં વધુ એક હરણફાળ, ચંદ્ર પર ઉગાડ્યો કપાસનો છોડ

બિજિંગ,

અંતરિક્ષની દુનિયામાં હરણફાળ ભરી રહેલા ચીને વધુ એક સોપાન ભર્યું છે. ચીને હવે ચંદ્રની જમીન પર કપાસના બીજ ઉગાડવામાં સફળતા મેળવી છે.

જોવામાં આવે તો, આ પહેલીવાર છે જયારે દુનિયાના કોઈ દેશ દ્વારા બીજા ગ્રહ પર કોઈ પાક ઉગાડવામાં સફળતા મેળવી છે. ચીનના વૈજ્ઞાનિકોએ દાવો છે કે, તેઓના રોવર દ્વારા ચંદ્ર પર કપાસનું બીજ અંકુરિત કરવામાં આવ્યું છે.

ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, “ચંદ્ર પર કપાસનું બીજ ઉગાડ્યા બાદ હવે જલ્દીથી જ અહિયાં બટાકાનો છોડ ઉગાડવામાં સફળતા મેળવીશું”.

ચોંગકિંગ યુનિવર્સીટીના એડવાન્સ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા જાહેર કરાયેલી તસ્વીરો જોઇને પ્રતિત થાય છે કે, ચાંગ E – ૪ના આ મહિને ચંદ્ર પર ઉતર્યા બાદ આ બીજનું અંકુર એક કનસ્તર હેઠળ ઉપસ્થિત જાલીનુમાના પાયાથી ઉપજ્યું છે. રોવર દ્વારા જે તસ્વીર મોકલવામાં આવી છે એમાં કપાસનું બીજ ઉગેલું જોવા મળી રહ્યું છે.

rover ચીનની સ્પેસમાં વધુ એક હરણફાળ, ચંદ્ર પર ઉગાડ્યો કપાસનો છોડ
world-china-grown the cotton-on moon first time in history

બીજી બાજુ ચીનના વૈજ્ઞાનિક શાઈ ગેંગશિને કહ્યું, “આ પહેલો મૌકો છે જયારે ચંદ્રની જમીન પર કોઈ છોડના વિકાસનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ પહેલા ચોંગકિંગ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા પોતાના રોવર ચાંગ E – ૪માં વાયુ, પાણી અને માટી યુક્ત ૧૮ સેન્ટીમીટરનું એક બોક્સ મોકલ્યું હતું. જેમાં કપાસ, બટાકા અને સરસોના બીજ મોકલાયા હતા.