Not Set/ દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પૂર્વ સીએમ શીલા દીક્ષિત, અજય માકનની લીધી જગ્યા

દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દિલ્લી પ્રદેશ કોંગ્રેસ કમિટીનું અધ્યક્ષ પદ સંભાળી લીધું છે. ૪ જાન્યુઆરીના રોજ અજય માકને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાને લીધે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અધ્યક્ષ પદ સંભાળ્યા પહેલા તેમણે કહ્યું કે આપ પાર્ટી સાથેના ગઠબંધનને લઈને કહ્યું કે અત્યાર સુધી આ મામલે કઈ નક્કી કરવામાં નથી આવ્યું. શીલા દીક્ષિતે કહ્યું […]

Top Stories India Trending Politics
sheila dikshit pti દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પૂર્વ સીએમ શીલા દીક્ષિત, અજય માકનની લીધી જગ્યા

દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દિલ્લી પ્રદેશ કોંગ્રેસ કમિટીનું અધ્યક્ષ પદ સંભાળી લીધું છે. ૪ જાન્યુઆરીના રોજ અજય માકને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાને લીધે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અધ્યક્ષ પદ સંભાળ્યા પહેલા તેમણે કહ્યું કે આપ પાર્ટી સાથેના ગઠબંધનને લઈને કહ્યું કે અત્યાર સુધી આ મામલે કઈ નક્કી કરવામાં નથી આવ્યું. શીલા દીક્ષિતે કહ્યું કે રાજનીતિએ પરીક્ષાઓથી ભરેલી છે અને અમે તે રીતે રણનીતિ બનાવીશું.

આપ સાથે ગઠબંધનને લઈને હજુ સુધી કઈ નક્કી નથી કર્યું. શીલા દીક્ષિતના અધ્યક્ષ બન્યા બાદ દિલ્લીમાં સિયાસી બદલાવની ઝલક જોઈ શકાશે.

અજય માકને ૪ જાન્યુઆરીએ આપ્યું હતું રાજીનામું 

અજય માકને ટ્વીટમાં લખ્યું છે કે ૨૦૧૫ની વિધાનસભા ઉપરાંત દિલ્લી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિમિત્તે છેલ્લા ૪ વર્ષોથી દિલ્લી કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા, કોંગ્રેસને કવર કરનારી મીડિયા દ્વારા અને અમારા નેતા રાહુલ ગાંધીજી દ્વારા મને અપાર સ્નેહ અને સહયોગ મળ્યો છે. આ કઠીન પરિસ્થિતિઓમાં આ સહેલું નથી તે માટે દિલથી આભાર !

રાજીનામાંની વાત પહેલા પણ આવી હતી

થોડા સમય પહેલા પણ કોંગ્રેસના દિગ્ગ્જ નેતાના રાજીનામાંની વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તે સમયે કોંગ્રેસનું કહેવું હતું કે માકને રાજીનામું નથી આપ્યું પરંતુ તેમની તબિયત સારી ન હોવાથી સારવાર માટે વિદેશ ગયા છે.પાર્ટીના સુત્રોના કહ્યું પ્રમાણે સ્વાસ્થ્યની તકલીફના લીધે કામને જવાબદારીને છોડવાની ઇરછા જાહેર કરી હતી. અજય માકનેકોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને કીધું હતું કે તેમની તબિયત સારી નથી. હાલ તે પોતાનો ઈલાજ વિદેશમાં કરવી રહ્યા છે અને તેમને પદમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી.

વર્ષ ૨૦૧૫માં અરવિંદસિંહ લવલીની જગ્યાએ અજય માકનને દિલ્લીના અધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૭માં દિલ્લી નાગર ચૂંટણીમાં ત્રીજા નંબર પર આવવાના લીધે અજય માકને રાજીનામું આપી દીધું હતું પરંતુ રાહુલ ગાંધીએ આ રાજીનામું સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.