ગુજરાત/ સચિન GIDC પોલીસે 3 દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે 2 આરોપીને પકડ્યા

સુરતની સચીન જીઆઇડીસી વિસ્તારમાંએ તો વ્યક્તિ હાથ બનાવટના દિલથી તમંચા સાથે ફરી રહેતો હોવાની બાતમી સચિન જીઆઇડીસી પોલીસને મળી હતી.

Gujarat Surat Trending
Untitled 38 2 સચિન GIDC પોલીસે 3 દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે 2 આરોપીને પકડ્યા

@અમિત રૂપાપરા 

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી 2 મેના રોજ બે હાથ બનાવટના દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે જીઆઇડીસી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ આરોપીની પૂછપરછ બાદ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની પાસેથી હાથ બનાવટનો એક તમંચો અને 3 જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ પોલીસે ત્રણ દેશી તમંચા અને 4 જીવતા કારતુ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરતમાં સામે આવ્યું હતું કે તે બંને હથિયાર પોતાના વતનથી લાવ્યા હતા અને સુરતમાં આ હથિયાર તેઓ વેચાણ કરવાના હતા.

સુરતની સચીન જીઆઇડીસી વિસ્તારમાંએ તો વ્યક્તિ હાથ બનાવટના દિલથી તમંચા સાથે ફરી રહેતો હોવાની બાતમી સચિન જીઆઇડીસી પોલીસને મળી હતી. તેથી પોલીસ દ્વારા આ મામલે રાહુલ ગૌતમ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી દેશી હાથ બનાવટના બે તમંચા અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. રાહુલ ગૌતમની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની સાથે પ્રિયાંશુ ગૌતમ નામનો પણ એક આરોપી સંડોવાયેલો છે. ત્યારે સચિન જીઆઇડીસી પોલીસે પ્રિયાંશુ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે સચિન જીઆઇડીસી ઊન સનામિલ પાસેથી વોન્ટેડ આરોપી પ્રિયાંશુ ગૌતમને પણ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી વધુ એક દેશી હાથ બનાવટ નો તમંચો અને ત્રણ જીવતા કારતુસ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા.

સચિન જીઆઇડીસી પોલીસે રાહુલ ગૌતમ અને પ્રિયાંશુ ગૌતમની ધરપકડ કરી બંને આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપી પાસેથી કુલ ત્રણ દેશી હાથ બનાવટના તમંચા અને ચાર જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે આ બંને આરોપી કોની પાસેથી દેશી હાથ બનાવટના તમંચા લાવ્યા હતા. કેટલા સમયથી તેઓ આ પ્રકારે હથિયારના વેચાણનું ગેરકાયદેસર રીતે કામ કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને તેઓ હથિયાર વેચી ચૂક્યા છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે