Not Set/ વડોદરા બાદ રાજકોટમાંથી પણ પબજી પરથી પ્રતિબંધ હટયો

યુવા વર્ગમાં ક્રેઝ લગાવનારી પબજી ગેમ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે એક પછી એક શહેરોમાંથી બેન હટી રહ્યો છે.રાજ્યમાં વડોદરા બાદ રાજકોટ શહેરમાં પબજી ગેમ રમનારાઓ માટે સારા સમાચાર છે.રાજકોટમાં પબજી ગેમ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો છે.. શહેર પોલીસ કમિશ્ન્રર મનોજ અગ્રવાલે મોડી રાત્રે જાહેરનામું રદ્દ કરીને પ્રતિબંધ હટાવ્યો છે. પબજી ગેમના કારણે હિંસક પ્રવૃત્તિ […]

Top Stories Rajkot Gujarat
trp 6 વડોદરા બાદ રાજકોટમાંથી પણ પબજી પરથી પ્રતિબંધ હટયો

યુવા વર્ગમાં ક્રેઝ લગાવનારી પબજી ગેમ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે એક પછી એક શહેરોમાંથી બેન હટી રહ્યો છે.રાજ્યમાં વડોદરા બાદ રાજકોટ શહેરમાં પબજી ગેમ રમનારાઓ માટે સારા સમાચાર છે.રાજકોટમાં પબજી ગેમ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો છે.. શહેર પોલીસ કમિશ્ન્રર મનોજ અગ્રવાલે મોડી રાત્રે જાહેરનામું રદ્દ કરીને પ્રતિબંધ હટાવ્યો છે.

પબજી ગેમના કારણે હિંસક પ્રવૃત્તિ વધતી હોવાને કારણે પ્રતિબંધ લાગુ કરાયો હતો.. જોકે હવે આ પ્રતિબંધ હટાવી લેવાયો છે.રાજકોટમાં પબજી પર.પ્રતિબંધ મુકાયા પછી શહેર પોલીસે આ ગેમ રમતા કુલ 19 લોકોની ધરપકડ કરી હતી.

Image result for Pubg ban

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પબજી ગેમ રમવાના અતિક્રમણના કારણે રાજ્ય સરકારે અનેક મહાનગરોમાં પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે રાજકોટ શહેર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ, સુરત વડોદરા સહિતના શહેરો આ કતારમાં જોડાઈ ગયા હતા.

પબજી પરથી પ્રતિબંધ હટાવવાની અપીલ કરતી પીટીશન ગુજરાત હાઇકોર્ટેમાં દાખલ થઈ હતી.

Image result for Pubg ban