Not Set/ પીએમ દ્વાર પુનર્ગઠિત નીતિ આયોગનું મમતા બેનર્જી દ્વારા બહિષ્કાર

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમા તેમનુ કહેવુ છે કે, નીતિ આયોગની પાસે કોઇ નાણાંકીય શક્તિઓ અને રાજ્યની યોજનાઓનાં સમર્થન કરવાની શક્તિ નથી. આ કારણે મારા માટે આ બેઠકમાં આવવાનો કોઇ અર્થ નથી. મોદી સરકારનાં અગાઉનાં કાર્યકાળમાં પણ મમતા આ પ્રકારની બેઠકોથી દૂર રહેતી હતી. આ વખતે વડાપ્રધાન મોદીનાં […]

Top Stories India
aa Cover ro2cuhqk3gvd2i884bfdb7i182 20180829060328.Medi પીએમ દ્વાર પુનર્ગઠિત નીતિ આયોગનું મમતા બેનર્જી દ્વારા બહિષ્કાર

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમા તેમનુ કહેવુ છે કે, નીતિ આયોગની પાસે કોઇ નાણાંકીય શક્તિઓ અને રાજ્યની યોજનાઓનાં સમર્થન કરવાની શક્તિ નથી. આ કારણે મારા માટે આ બેઠકમાં આવવાનો કોઇ અર્થ નથી. મોદી સરકારનાં અગાઉનાં કાર્યકાળમાં પણ મમતા આ પ્રકારની બેઠકોથી દૂર રહેતી હતી. આ વખતે વડાપ્રધાન મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં પણ તે નહોતા ગયા અને સતત ભાજપ અને સરકારની આલોચના કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી આયોજન પંચને રદ્દ કરી તેની જગ્યાએ નવા સંગઠનનાં નિર્માણ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા પહેલા જ નીતિ આયોગની બેઠકોમાં હાજરી આપી નથી. મમતા બેનર્જી રાજ્યોની વચ્ચે રાજ્યનાં સંકલનને બનાવી રાખવા માટે નવી વ્યવસ્થાનાં ગઢનની વકીલાત કરતા રહ્યા છે.

મમતા બેનર્જીએ પત્રમાં લખ્યુ કે, ‘નીતિ આયોગની સાથે છેલ્લા સાડા ચાર વર્ષોનાં અનુભવે મને તમારા પૂર્વમાં આપવામાં આવેલી સલાહ પર પાછી લાવી દીધી છે કે આપણે બંધારણની કલમ 263 મુજબ યોગ્ય સુધારાની સાથે આંતરિક રાજ્ય પરિષદની સ્થાપના કરવી જોઇએ. જેથી બંધારણ દ્વારા આપવામાં આવતી સત્તાઓને યોગ્ય અમલીકરણ કરી શકાય. આનાથી પરસ્પર સમન્વય વધશે અને ફેડરલ રાજકારણને મજબૂતી મળશે.’

મમતા બેનર્જીએ આગળ લખ્યુ, ‘કમનસીબે, આયોજન પંચનાં સ્થાન પર નીતિ આયોગ નામનાં એક નવા સંગઠનનું 1 જાન્યુઆરી, 2015 નાં ગઠન કરવામાં આવ્યુ. જેને રાજ્યોની સહાયતા, તેમની જરૂરિયાતનાં મૂલ્યાંકન કરવાના આધાર પર કોઇ નાણાંકીય અધિકાર આપવામાં આવ્યા નથી, આ ઉપરાંત, નવા સંગઠનમાં રાજ્યોની વાર્ષિક યોજનાને સમર્થન આપવાની શક્તિનો પણ અભાવ છે. ‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મી જૂને નીતિ આયોગની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે.