Not Set/ દુબઈથી રાહુલ ગાંધીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, “છેલ્લા ૪.૫ વર્ષમાં દેશમાં વધી…

દુબઈ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દેશમાં વિભિન્ન મુદ્દાઓને લઈ કેન્દ્રની મોદી સરકાર પર સતત હુમલા બોલવામાં આવી જ રહ્યા છે, ત્યારે હવે તેઓએ દુબઈથી પણ આરોપોનો મારો ચાલુ રાખ્યો છે. સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, “છેલ્લા ૪.૫ વર્ષમાં ભારતમાં અસહિષ્ણુતા અને ગુસ્સો વધ્યો છે અને […]

Top Stories Trending
DwteEjQU8AAMnL0 દુબઈથી રાહુલ ગાંધીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, "છેલ્લા ૪.૫ વર્ષમાં દેશમાં વધી...

દુબઈ,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દેશમાં વિભિન્ન મુદ્દાઓને લઈ કેન્દ્રની મોદી સરકાર પર સતત હુમલા બોલવામાં આવી જ રહ્યા છે, ત્યારે હવે તેઓએ દુબઈથી પણ આરોપોનો મારો ચાલુ રાખ્યો છે.

સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, “છેલ્લા ૪.૫ વર્ષમાં ભારતમાં અસહિષ્ણુતા અને ગુસ્સો વધ્યો છે અને સત્તામાં બેઠેલા લોકોની માનસિકતાના ઉણપ છે”.

https://twitter.com/vikasspandey/status/1084064614210514945

“સહિષ્ણુતા એ અમારી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, પરંતુ અમે છેલ્લા ૪.૫ વર્ષમાં ઘણો ગુસ્સો અને સમુદાયો વચ્ચે મોટો તફાવત જોયો છે. આ સત્તાપક્ષમાં બેઠેલા લોકોની માનસિકતાની ઉણપ છે”.

“અમે એવા ભારતને ક્યારેય પસંદ નહી કરીએ જ્યાં પત્રકારને ગોળી મારવામાં આવે છે, જ્યાં લોકોની હત્યા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેઓએ પોતાની વાત રાખી છે. અમે આ પ્રકારની ઘટનાઓને બદલવા માંગીએ છીએ અને આવનારી ચૂંટણી માટે આ એક પડકાર છે”.

DwtZv3WUYAANL6N દુબઈથી રાહુલ ગાંધીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, "છેલ્લા ૪.૫ વર્ષમાં દેશમાં વધી...

તેઓએ IMT દુબઈ યુનિવર્સીટીમાં વિદ્યાથીઓને સંબોધતા કહ્યું, “ભારતે વિચારોને ગઢયો છે અને વિચારો એ ભારતને. અન્ય લોકોને સાંભળવા એ ભારતનો વિચાર છે”.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું, “ભારત ભૂખ જેવા મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. આ સમયમાં દેશમાં કોઈ રમતને નંબર ૧ની પ્રાથમિકતા આપવી એ કઠિન છે”.