Not Set/ અયોધ્યાની રામજન્મ ભૂમિ પર જ બનશે રામ મંદિર : RSS પ્રમુખ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે ધર્મસંવાદમા સંબોધતા રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. “ધર્મસંવાદ”માં RSS પ્રમુખે જણાવ્યું, અયોધ્યાની રામજન્મ ભૂમિ પર માત્ર રામ મંદિર જ બનશે. અમે રામ મંદિરનું નિર્માણ કરીશું, આ કોઈ લોકપ્રિય ઘોષણા નથી પણ આ આસ્થાનો મામલો છે, આ બદલાઈ શકશે નહીં. RSS પ્રમુખે વધુમાં જણાવતા કહ્યું, કેટલાય […]

Top Stories
180429 mohan bhagwat અયોધ્યાની રામજન્મ ભૂમિ પર જ બનશે રામ મંદિર : RSS પ્રમુખ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે ધર્મસંવાદમા સંબોધતા રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. “ધર્મસંવાદ”માં RSS પ્રમુખે જણાવ્યું, અયોધ્યાની રામજન્મ ભૂમિ પર માત્ર રામ મંદિર જ બનશે. અમે રામ મંદિરનું નિર્માણ કરીશું, આ કોઈ લોકપ્રિય ઘોષણા નથી પણ આ આસ્થાનો મામલો છે, આ બદલાઈ શકશે નહીં.

RSS પ્રમુખે વધુમાં જણાવતા કહ્યું, કેટલાય વર્ષોની કોશિશ અને બલિદાનથી આ નિર્માણ સંભવ થવા જઈ રહ્યું છે. અમે અમારા લક્ષ્ય નજીક છીએ પણ આ મુદ્દા પર હજી આપને સર્તક રહેવાની જરૂરત છે.

આ ધર્મ સંવાદમાં લગબગ 2 હજાર સંતો, મઠોના અધ્યક્ષો તેમજ વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો પણ ઉપસ્તિથ રહ્યા હતા.