આ અઠવાડિયે પૃથ્વી પર એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. એક હજાર વર્ષમાં પ્રથમ વખત સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. આ પહેલા 18 ફેબ્રુઆરી 1440નાં રોજ પૃથ્વી પર આવું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આટલું જ નહીં, આગામી સમયમાં આવો નજારો જોવા માટે લોકોએ 8 ફેબ્રુઆરી 2669 સુધી રાહ જોવી પડશે.
આ પણ વાંચો – Covid-19 / યુરોપ આ સમયે કોરોના મહામારીનું બન્યુ કેન્દ્ર, રસી મળી હોવા છતા વધી રહ્યા છે કેસ
વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ઘણી બધી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂગોળશાસ્ત્રી ડૉ. કંચન સિંહે જણાવ્યું કે, પૂર્ણિમાની રાત્રે એટલે કે 19 નવેમ્બરે થનારું ચંદ્રગ્રહણ 1440 પછીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે. જણાવી દઇએ કે, આ દુર્લભ ચંદ્રગ્રહણ દેશનાં કેટલાક ભાગોમાં જોવા મળશે. ભૂગોળશાસ્ત્રી ડૉ. કંચન સિંહે જણાવ્યું કે, આ આંશિક ચંદ્રગ્રહણ બપોરે 12.48 વાગ્યે શરૂ થશે અને સવારે 4.17 વાગ્યે સમાપ્ત થશે. તેમણે જણાવ્યું કે, આ ચંદ્રગ્રહણનો સમયગાળો 3 કલાક 28 મિનિટ 24 સેકન્ડનો રહેશે. આ કારણે 580 વર્ષમાં આ સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે. તેમણે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ અને આસામનાં કેટલાક વિસ્તારોમાં આંશિક ગ્રહણની છેલ્લી ક્ષણોનો અનુભવ થશે, જે પૂર્વી ક્ષિતિજની ખૂબ નજીક રહેશે. જ્યોતિષાચાર્યો અનુસાર, બપોરે 2.34 વાગ્યે આ ચંદ્રગ્રહણે ચંદ્રનો 97 ટકા ભાગ પૃથ્વીનાં પડછાયાથી ઢંકાયેલો હશે. ડૉ.કંચન સિંહે જણાવ્યું કે અંતિમ વખત આ સમયગાળાનું આંશિક ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440નાં રોજ થયું હતું. આ પછી, આ સમયગાળાનું આગામી ગ્રહણ 8 ફેબ્રુઆરી 2669 નાં રોજ જોઈ શકાશે. તેમણે જણાવ્યું કે આ ગ્રહણ સવારે 11.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 5.33 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ થોડા સમય માટે દિલ્હીમાં પણ જોવા મળશે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, ભારતમાં આંશિક ચંદ્રગ્રહણ દિવસનાં 12:48 થી શરૂ થઈને 19 નવેમ્બરનાં રોજ સાંજે 4.17 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે ભારતમાં આ અંતિમ ચંદ્રગ્રહણ હશે. આગામી ચંદ્રગ્રહણ ભારતમાં 18 નવેમ્બર, 2022નાં રોજ જોવા મળશે.
આ પણ વાંચો – તણાવની સ્થિતિ / ચીનને શ્રીલંકાએ આપ્યો મોટો ઝટકો, નબળી ગુણવત્તાવાળા ઓર્ગેનિક ખાતરોના કન્સાઈનમેન્ટને નકારી કાઢ્યો
આપને જણાવી દઇએ કે, આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. ભારત ઉપરાંત આ ચંદ્રગ્રહણ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં જોઈ શકાશે. આંશિક ચંદ્રગ્રહણમાં પૃથ્વીનો પડછાયો ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકતો નથી. આ ચંદ્રની સપાટી પરથી નાટ્યાત્મક પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તે પૃથ્વી પરથી જોઈ શકાય છે. આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્રનો રંગ આછો લાલ થઈ જાય છે. આપને જણાવી દઈએ કે, ચંદ્રગ્રહણ પૂર્ણિમાનાં દિવસે થાય છે, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણેય એક સીધી રેખામાં આવે છે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે આખો ચંદ્ર પૃથ્વીની છાયામાં હોય અને આંશિક ચંદ્રગ્રહણ ત્યારે થાય છે, જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીની છાયામાં હોય છે.