Not Set/ રાહુલનું સંબોધન, RSS અને ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે મિશન ઓફ ગુજરાતના ભાગરૂપે એક દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા છે. દિલ્હીથી પ્લેનથી સાડા બાર વાગ્યે અમદાવાદ પહોચ્યા બાદ રાહુલ ગાંધી સીધા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રિવરફ્રન્ટ ખાતે પહોચ્યા હતા. સંવાદ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર અકરા પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ પ્રહારો કરતા […]

India
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે મિશન ઓફ ગુજરાતના ભાગરૂપે એક દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા છે. દિલ્હીથી પ્લેનથી સાડા બાર વાગ્યે અમદાવાદ પહોચ્યા બાદ રાહુલ ગાંધી સીધા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રિવરફ્રન્ટ ખાતે પહોચ્યા હતા.
સંવાદ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર અકરા પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ પ્રહારો કરતા જણાવ્યું, ગુજરાતમાં ખેડૂતો પર ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાતમાં ક્યાય પણ આમ આદમી અને નાના વેપારીઓનું દર્દ સંભળાય છે ?
રાહુલ ગાંધીએ સાણંદમાં નિર્માણ પામેલા તાતા નેનો પ્રોજેક્ટ પર નિશાન સાધ્યું હતું. આ અંગે વધુ જણાવતા કહ્યું, તાતા નેનો પ્રોજેક્ટમાં તત્કાલીન પીએમએ કેટલા રૂપિયા આપ્યા અને ગુજરતમાં હાલમાં ક્યાય પણ નેનો કાર દેખાય છે ?
મિશન ઓફ ગુજરાત પર અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્તિથ કોંગ્રેસ કાર્યકરોનો આભાર માન્યો હતો અને આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગેસ ૧૨૫ + બેઠકનો લક્ષ્યાંક આપ્યો છે.