New Delhi/ તિહાર જેલની જેલ નંબર 5માં રહેશે અરવિંદ કેજરીવાલ,કોર્ટ પાસે ખાસ આહારની માગ

દિલ્હી એક્સાઇઝ કેસ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Top Stories India Breaking News

New Delhi: દિલ્હી એક્સાઇઝ કેસ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ હવે તિહાર જેલની જેલ નંબર 5માં રહેશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ તિહારની આ જેલ નંબર 5માં બંધ છે. કોર્ટના નિર્ણય બાદ જેલ પ્રશાસને જેલ નંબર 5ને સેનિટાઈઝ કરી દીધી છે. તે જ સમયે, અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે જેલમાં વિશેષ આહારની માગ કરી છે અને વાંચવા માટે ત્રણ પુસ્તકો પણ માંગ્યા છે. જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આજે એટલે કે સોમવારે અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.

કેજરીવાલ 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં રિમાન્ડની અવધિના અંતે રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના નિર્દેશ માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે હાલમાં વધુ કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ ED વતી હાજર થઈ રહ્યા છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ કેસમાં બંધ AAP નેતા સંજય સિંહને તાજેતરમાં જેલ નંબર 2 થી જેલ નંબર 5 માં શિફ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ મનીષ સિસોદિયાને જેલ નંબર વનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બીઆરએસ નેતા કે.કવિતાને જેલ નંબર 6માં રાખવામાં આવ્યા છે. સતેન્દ્ર જૈન પહેલાથી જ 7 નંબરની જેલમાં છે. આ સેલમાં ED અને CBI સાથે જોડાયેલા કેદીઓને રાખવામાં આવે છે.

EDએ રિમાન્ડ વધારવાની માગ કરી નથી

જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. અગાઉ EDએ 28 માર્ચે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. આજે જ્યારે તેના રિમાન્ડ પૂરા થતા કોર્ટે તેને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ વખતે EDએ કોર્ટને રિમાન્ડ વધારવાની માંગ કરી નથી. EDએ કહ્યું કે કેજરીવાલની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો:એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો