Microsoft big announcement: મંદીની આશંકા વચ્ચે દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓને બહાર કાઢવાની તૈયારી કરી લીધી છે. કંપનીની ઘટતી આવક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. જણાવી દઈએ કે, માઈક્રોસોફ્ટ પહેલા એમેઝોન, સેલ્સફોર્સ જેવી કંપનીઓએ પણ છટણી કરી હતી. આ સપ્તાહની શરૂઆતમાં ભારતની સ્ટાર્ટઅપ કંપની શેરચેટે પણ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023 ના અંત સુધીમાં લગભગ 5 ટકા વર્ક ફોર્સમાં ઘટાડો થશે. કંપનીએ આ નિર્ણય પાછળ ખરાબ આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. માઈક્રોસોફ્ટે બુધવારે શેરબજારને જણાવ્યું કે તેણે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની જાણ કરી છે. તેમાંથી કેટલાકને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે તે તેના હાર્ડવેર વિભાગને પણ સુધારી રહી છે અને તેના કેટલાક ઓફિસ સ્પેસ લીઝમાં ઘટાડો કરી રહી છે. કંપનીના આ પગલાંથી લગભગ 1.2 બિલિયન ડોલરની બચત થશે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ જણાવ્યું કે, અમે અમારા ભવિષ્ય માટે વ્યૂહાત્મક રીતે રોકાણ કરવાનું ચાલુ રાખીશું. એટલે કે, અમે લાંબા ગાળા માટે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ ક્ષેત્રોમાં અમારા નાણાં અને પ્રતિભાનું રોકાણ કરીશું. હું તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે આ સફરમાં અમને અત્યાર સુધી સાથ આપ્યો છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે છટણી કરવામાં આવનાર તમામ કર્મચારીઓને અમારો સંપૂર્ણ સહયોગ મળશે. માઇક્રોસોફ્ટે કહ્યું છે કે આવા કર્મચારીઓને 6 મહિના માટે હેલ્થકેર કવરેજ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
આ પણ વાંચો: finance ministry/નાણા મંત્રાલયના કર્મચારીની જાસૂસીના આરોપમાં ધરપકડ, બીજા દેશોને આપતો હતો જાણકારી
આ પણ વાંચો: પિતાશ્રી બ્રહ્માબાબાની ૫૩મી પુણ્યતિથિ/ત્યાગ, તપસ્યા અને સેવાના ભેખધારી મહાન વિભૂતિ પ્રજાપિતા બ્રહમાબાબાની સ્મૃતિમાં વિશ્વ શાંતિ
આ પણ વાંચો: Politics/KCRએ નીતીશ કુમારને રેલીમાં આમંત્રણ ન આપતા, ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યા તેમના પર પ્રહાર
