અમદાવાદ,
આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાએલા વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અગ્રણી નેતાઓ ઉંઘતા ઝડપાયા. પૂર્વ ધારાસભ્ય બાબુ જમના પટેલ, એલિસબ્રિજના ધારસભ્ય રાકેશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, તમેજ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પણ ઉંઘતા ઝડપાયા.



ચાલુ કાર્યક્રમ દરમિયાન ઝપકી મારી રહેલા આ અગ્રણી નેતાઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગયા. ત્યારે આ નેતાઓને પૂછવાનું મન થાય છે કે શું ભાજપના નેતાઓને સભામાં ઉંઘવાની છુટ આપવામાં આવી છે… ?
