Not Set/ સુરતમાં થયું ધોળે દિવસે ફાયરિંગ,ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં થયું મોત

સુરત, સુરતના સગરામપુરા વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના બની છે અને ફાયરિંગમાં તેમનું મોત નિપજ્યું છે. ધોળે દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સગરામપુરા વિસ્તારમાં વ્યાજે રૂપિયાનું ધિરાણ કરનાર મહેન્દ્ર ચોકસી પર પૈસાની લેતી દેતી મામલે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહેન્દ્ર ચોકસી ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના સગરામપુરા વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના બની છે અને ફાયરિંગમાં તેમનું મોત નિપજ્યું છે. ધોળે દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સગરામપુરા વિસ્તારમાં વ્યાજે રૂપિયાનું ધિરાણ કરનાર મહેન્દ્ર ચોકસી પર પૈસાની લેતી દેતી મામલે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં મહેન્દ્ર ચોકસી ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મહેન્દ્ર ચોકસીનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.