Not Set/ રાહુલ ગાંધીએ ખેડૂતો અંગે પીએમ મોદીને પૂછ્યો નવમો સવાલ, જાણો શું છે ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રચાર-પ્રસારમાં રાજકીય પક્ષો વચ્ચે જોવા મળતા આરોપ પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક વાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને નવમો સવાલ પૂછતા દેશમાં ખેડૂતોના પ્રશ્નોને પડકારતા મુદ્દો ઉઠાવ્યો હતો.   રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા આ અંગે જણાવ્યું, “ગબ્બર” ના સંદર્ભમાં ખેડૂતોને દગો કરવાનો પીએમ પર […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રચાર-પ્રસારમાં રાજકીય પક્ષો વચ્ચે જોવા મળતા આરોપ પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક વાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને નવમો સવાલ પૂછતા દેશમાં ખેડૂતોના પ્રશ્નોને પડકારતા મુદ્દો ઉઠાવ્યો હતો.

 

રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા આ અંગે જણાવ્યું, “ગબ્બર” ના સંદર્ભમાં ખેડૂતોને દગો કરવાનો પીએમ પર આરોપ મૂક્યો હતો અને ખેડૂતો માટે લોન માફીના મુદ્દાઓ, પેદાશની કિંમત, પાક વીમાના નાણાંની ચુકવણી નહીં, અને ટ્યુબ વેલ્સ સ્થાપિત કરવામાં નિષ્ફળતા અંગેના મુદ્દા ઉઠાવ્યા હતા.