Not Set/ કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર અંગે હાર્દિક પટેલે શું આપી પ્રતિક્રિયા ? જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમા જોવા મળતા પ્રચાર-પ્રસારના ધમાસાણ વચ્ચે રાજકીય પક્ષોના આગેવાનોની નિવેદનબાજીને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલે ગઈકાલે અમરેલી ખાતે એક જાહેરસભાને સંબોધતા ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામ વિષે એક પ્રતિક્રિયા આપી હતી. અમરેલીમાં યોજાયેલી એક જાહેરસભાને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું, “અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મુખ્યમંત્રી પદના દાવેદાર […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીમા જોવા મળતા પ્રચાર-પ્રસારના ધમાસાણ વચ્ચે રાજકીય પક્ષોના આગેવાનોની નિવેદનબાજીને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલે ગઈકાલે અમરેલી ખાતે એક જાહેરસભાને સંબોધતા ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામ વિષે એક પ્રતિક્રિયા આપી હતી.

અમરેલીમાં યોજાયેલી એક જાહેરસભાને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું, “અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મુખ્યમંત્રી પદના દાવેદાર છે”.

જો કે, આ નિવેદન બાદ જાહેરસભામાં ઉપસ્તિથ પરેશ ધાનાણી પણ પોતે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેમજ આ નિવેદન બાદ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે તેમજ અમુક પાટીદાર લોકોમાં પણ ઉહાપોહ મચી જવા પામ્યો છે.