મુંબઈ
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક યુવતીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોતા જણાય છે કે એક છોકરી તેના કાનમાં ઈયરફોન ભરાવીને ટ્રેનના દરવાજા પર ઉભી છે.
અચાનક આ ટ્રેનની જોડેથી બીજી ટ્રેન નીકળે છે જેના લીધે આ છોકરી પોતાનું સંતુલન ગુમાવી દે છે.
#ViralVideo: Unknown passenger saves a girl falling from the footboard of a running local train.
CAUTION: This video can be disturbing for some of our viewers.@Central_Railway @WesternRly @PiyushGoyal @PiyushGoyalOffc @mumbairailusers pic.twitter.com/ShAU5ToS8O
— TOI Plus (@TOIPlus) October 2, 2018
મુંબઈ મિરરે આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે. વિડીયો જોતા જણાશે કે સંતુલન ખોવાના લીધે તે ટ્રેનમાંથી પડી જાય છે પરંતુ તે જ સમયે એક યુવક તેને પકડી લે છે અને નીચે પડવા નથી દેતો.
ચાલુ ટ્રેનમાં આ યુવકે બહાદુરી પૂર્વક સુરક્ષિત રીતે છોકરીને ટ્રેનમાં ખેંચી લે છે. વિડીયો જોતા લાગે છે કે જો આ યુવકે છોકરીને ના બચાવી હોટ તો સામેથી આવતી ટ્રેનના લીધે તેને જીવ ગુમાવી દીધો હોત.
