Not Set/ વડોદરા: ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, લોકોએ દારૂના અડ્ડા બંધ કરાવા કરી માંગ

વડોદરા, વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજા ખાતે ખુલ્લેઆમ 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂના અડ્ડાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલકી પડે છે. સ્થાનિક લોકોએ આ મામલે તંત્ર સામે રોષ પણ વ્યક્ત  કર્યો હતો. લોકોએ મકરપુરા પોલીસને વારંવાર રજુઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લીધા નથી. માણેજા ગામના રહીશો […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજા ખાતે ખુલ્લેઆમ 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂના અડ્ડાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલકી પડે છે.

સ્થાનિક લોકોએ આ મામલે તંત્ર સામે રોષ પણ વ્યક્ત  કર્યો હતો. લોકોએ મકરપુરા પોલીસને વારંવાર રજુઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લીધા નથી.

માણેજા ગામના રહીશો એકત્ર થઈ જાહેર માર્ગ પર ખુલ્લે આમ દેશી દારૂની પોટલયો વહેંચી વિરોધ નોંધાવ્યો હતો, સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા 10 થી વધુ વર્ષોથી માણેજામાં દેશી દારૂનું વહેંચન થાય છે,

જો તેઓ પોલીસની રહેમ જાઝર અને તેઓના ચાલતા હફતાથી દારૂનું વહેંચાણ કરી શકતા હોય તો અમે ખુલ્લે આમ કેમ વહેંચાણ ન કરી શકયે તેમ જણાવી સ્થાનિકોએ પોલીસની કામગીરી પર આકરા શબ્દો ના પ્રહારો કર્યા હતાઅને દેશી દારૂ બંધ કારોના સૂત્રોચ્ચાંર કરી દારૂની પોટલિયો રોડ પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.માણેજા માં દેશી દારૂ ના અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી