નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સામે આવેલા DPS સ્કૂલ વિવાદમાં DPS સ્કૂલનાં મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. મિર્ઝાપુર કૉર્ટે આરોપીઓને વચ્ચગાળાની રાહત આપતા, પોલીસ કોર્ટમાં સોગંધ નામું રજૂ ન કરે ત્યાં સુધી આરોપીઓની ધરપકડ નહિ કરી શકાય તેવો આદેશ આપ્યો છે. આપને જણાવી દઇએ કે, પોલીસ દ્વાર તમામ આરોપીની શોધ ચાલી રહી હતી અને અનેક વિવિધ સ્થળો પર પોલીસ દ્વારા સર્ચ પણ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન તમામ આરોપીઓ દ્વારા કોર્ટ સમક્ષ આગોતરા જામિનની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આ મામલે વધુ સુનવણી 6 ડીસેમ્બર ઘરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, આ મામલે જ્યારે CBSEની ટીમ રાજસ્થાનથી આવી પહોંચી હતી ત્યારે પ્રિન્સિપલ પુરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, અમે કોઈ જવાબ આપવાની સ્થિતિમાં નથી, અમને 2 કે 3 મહિનાનો સમય આપવામાં આવે. CBSEની એક ટીમ અજમેરથી આવી છે, તેમને અમે મળવા જઈ રહ્યા છીએ. મેનેજમેન્ટની ગેરરીતિઓ અને અપરાધ અંગે જવાબો આપવાનું હિતેશ પુરીએ ટાળ્યું હતું. પુરીએ કહ્યું કે, ફોર્જ ડોક્યુમેન્ટસ બનાવ્યા તે અંગે મને કોઈ માહિતી નથી. હું 2013થી છું. DPS પાસે NOC નથી તે ભૂલ થઈ છે, અને અમને દુઃખ પણ છે. પણ એની સજા બાળકોને કેમ ?
CBSE ના અધિકારીઓ સામે ખોટી NOC ની મફકજ ખોટું બચાવનામું રજૂ કરવાનો કારસો રચાયો હતો. વર્ષ 2013 માં CBSE નો એક પરિપત્ર કાઢી ને માન્યતા પાછી મેળવવાનો DPS નો કારસો સામે આવ્યો છે. 2013 પછી CBSEનો નિયમ આવ્યો હતો કે એફિલિયેશન માટે NOC ની જરૂર રહેતી નથી, તેવું પ્રિન્સિપલ હિતેશ પુરીનું નિવેદન છે.
CBSE અને શિક્ષણ વિભાગના જુના પરિપત્રો ને આધારે પોતાના પાપ છુપાવવાના પ્રયાસો કરી રહ્યા છે DPS ના સંચાલકો. સંચાલકો કહી રહ્યા છે કે, Noc માટે અમે કાર્યવાહી કરી રહયા છીએ. Noc નહીં હોવાનો સ્વીકાર કરતા પ્રિન્સિપલ પુરીએ ત્રણ મહિનાનાં સમયની ભીખ માંગતા, આવતીકાલ થીજ શાળા શરૂ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે.
આશ્રમ અંગેના સવાલ માટે હિતેશ પુરી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, નિત્યાનંદ ને હું નથી લાવ્યો, હું નિત્યાનંદને નથી જાણતો. જૂન માં જ્યારે નિત્યાનંદનાં લોકો આવ્યા ત્યારે તેઓએ ગુરુકુલ પેટર્નથી શિક્ષણ આપવાની વાત કરી હતી, જ્યારે હકીકતો સામે આવી ત્યારે અમે તેને અહીંથી જવા માટે કહ્યું. પૂજા મંજુલા શ્રોફ ક્યાં છે તે જવાબ આપવાનું પ્રિન્સિપલ હિતેશ પુરી એ ટાળ્યું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
