Not Set/ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાને લઇને પૂર્વ તૈયારી, સંવેદનશીલ પરીક્ષા મથક પર SRP સહીતના જવાનો તૈનાત

રાજકોટ, ગુજરાતમાં 7માર્ચથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. જેને લઇને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પરીક્ષા સારા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ કામગીરી કરવામાં આવી. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી જિલ્લા તંત્ર […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

ગુજરાતમાં 7માર્ચથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. જેને લઇને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પરીક્ષા સારા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ કામગીરી કરવામાં આવી.

વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 10 ઝોનમાં પરીક્ષાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે.

ધોરણ 10માં  199 બિલ્ડીંગ, ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 109 બિલ્ડીંગ અને સાયન્સ પ્રવાહમાં 49 બિલ્ડીંગ ફાળવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 57 હજાર 60 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે જયારે સામાન્ય પ્રવાહમાં  28 હજાર 410 અને સાયન્સ પ્રવાહમાં 10 હજાર 320 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ સાથે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મુકવામાં આવ્યા. સંવેદનશીલ પરીક્ષા મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ઝેરોક્ષ મશીન પર પ્રબંધિત મુકી દેવામાં આવ્યો છે. નિયમનું પાલન ન કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.