મુંબઈ,
અક્ષય કુમારની આગામી ફિલ્મ સૂર્યવંશીનો ફર્સ્ટ લુક રીલીઝ થયો છે. જેમાં અક્ષય ફરી એક વાર જાંબાઝ પોલીસ ઓફિસરના લુકમાં જોવા મળી રહ્યો છે. સિંઘમ તથા સિમ્બા જેવી પોલિસ પર આધારિત સુપરહિટ ફિલ્મ આપનારા રોહિત શેટ્ટી સૂર્યવંશીને ડિરેકટ કરી રહ્યા છે. અને આ ફિલ્મ વર્ષ 2020માં ઇદના દિવસે રીલીઝ કરવામાં આવશે. અત્યાર સુધી પોતાની ફિલ્મસ અજય દેવગણ સાથે બનાવનારા રોહિત શેટ્ટીએ આ વખતે પ્રથમ વાર અક્ષય કુમાર પર પોતાની પસંદગી ઉતારી છે.
From #RohitShetty’s Police universe, get ready for the fire-packed #Sooryavanshi 🔥, releasing on Eid 2020!@karanjohar @RelianceEnt @RSPicturez @DharmaMovies #CapeOfGoodFilms pic.twitter.com/lGEsdaznwi
— Akshay Kumar (@akshaykumar) March 5, 2019
અગાઉ અક્ષય કુમાર રાઉડી રાઠૌરમાં પોલિસ ઓફિસરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. સૂર્યવંશીનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવશે. ફિલ્મના પ્રોડ્યૂસર તરીકે હીરૂ યશ જૌહર , અરૂણા ભાટિયા, કરણ જૌહર, અપૂર્વા મહેતા અને રોહિત શેટ્ટીનો સમાવેશ થાય છે જોકે ફિલ્મની એકટ્રેસની પસંદગી હજુ બાકી છે.
A bullet for a bullet! Get ready for #RohitShetty’s #Sooryavanshi 🔥 on Eid 2020. Action-packed, masala intact! @karanjohar @RelianceEnt @RSPicturez @DharmaMovies #CapeOfGoodFilms pic.twitter.com/wM2G3Vx1IO
— Akshay Kumar (@akshaykumar) March 5, 2019
