Not Set/ મમતાને લજવતી ઘટના

સ્વાતિ સરકાર નામની મહિલાની પોતાની દીકરી આશિકાની હત્યા કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.ગુસ્સે ભરાયેલી માતા તેની 9 વર્ષની પુત્રીને ઘસડીને અગાસી પર લઇ આવી અને તેની ધાર પરથી તેને ફેંકી દીધી. જ્યારે દીકરી બચી ગઇ તો માતા તેને ત્રીજા માળની અગાસી પર ફરીથી લઇ ગઇ અને એકવાર ફરી અગાસી પરથી ફેંકી દીધી. બીજી વખતે […]

Uncategorized
સ્વાતિ સરકાર નામની મહિલાની પોતાની દીકરી આશિકાની હત્યા કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.ગુસ્સે ભરાયેલી માતા તેની 9 વર્ષની પુત્રીને ઘસડીને અગાસી પર લઇ આવી અને તેની ધાર પરથી તેને ફેંકી દીધી. જ્યારે દીકરી બચી ગઇ તો માતા તેને ત્રીજા માળની અગાસી પર ફરીથી લઇ ગઇ અને એકવાર ફરી અગાસી પરથી ફેંકી દીધી. બીજી વખતે બાળકી મૃત્યુ પામી. સાઉથ બેંગલુરુની પાસેના વિસ્તારમાં રવિવારે બપોરે માતા દ્વારા દીકરીની હત્યાની ઘટના બની હતી. સ્વાતિએ પોલીસને જણાવ્યું કે તેની દીકરી માનસિક રીતે વિકલાંગ હતી અને તેને મારી નાખ્યા પછી તે પોતે આત્મહત્યા કરવાની હતી.આઘાત પામેલા પાડોશીઓ, જેઓ સ્વાતિએ કરેલી હત્યાના પ્રત્યક્ષદર્શીઓ છે, તેમણે પોલીસ આવે ત્યાં સુધી તેને ઇલેક્ટ્રિકલ થાંભલા સાથે બાંધીને રાખી હતી. 30 વર્ષીય સ્વાતિ સરકારના લગ્ન એક ટેકી સાથે થયા હતા પરંતુ આ વર્ષની શરૂઆતમાં બંને છૂટા પડી ગયા હતા.બેંગલુરુના સિનિયર પોલીસ અધિકારી ડો. એસડી શરણપ્પાએ કહ્યું, “આરોપી સ્વાતિનું કહેવું છે કે તેની બાળકીને ઓટિઝમની બીમારી હતી. આ વાત હજુ કન્ફર્મ નથી થઇ. અમે એ બાબતની તપાસ કરી રહ્યા છે જેણે તેને આવું પગલું ભરવા માટે પ્રેરી.”